ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રશિયાએ ભારતને ખાતરી આપી: કહ્યુ ચિંતાની વાત નથી, સંરક્ષણ સપ્લાય કરવાનું ચાલુ રાખશે

ભારતમાં નિયુક્ત રશિયન રાજદૂત (Russian Ambassador) ડેનિસ અલીપોવે કહ્યું કે, અમે ભારત સાથે વ્યૂહાત્મક ભાગીદાર છીએ. સંયુક્ત રાષ્ટ્રમાં પ્રદર્શિત સંતુલિત સ્થિતિ માટે અમે ભારતના આભારી છીએ. ભારત આ સંકટની ઊંડાઈને સમજે છે. અમારો સહયોગ ચાલુ રહેશે.

રશિયાએ ભારતને ખાતરી આપી: કહ્યુ ચિંતાની વાત નથી, સંરક્ષણ સપ્લાય કરવાનું ચાલુ રાખશે
રશિયાએ ભારતને ખાતરી આપી: કહ્યુ ચિંતાની વાત નથી, સંરક્ષણ સપ્લાય કરવાનું ચાલુ રાખશે

By

Published : Mar 3, 2022, 9:59 AM IST

Updated : Mar 3, 2022, 5:11 PM IST

નવી દિલ્હી: ભારતમાં રશિયાના રાજદૂત (Russian Ambassador) ડેનિસ અલીપોવે કહ્યું કે, જ્યાં સુધી ભારતને S-400ની સપ્લાયની વાત છે, તો કોઈ અડચણની અપેક્ષા ન રાખો. આ સોદો અવિરત ચાલુ રાખવાની રીતો છે. જૂના કે નવા પ્રતિબંધોની આ ડીલ (India Russian Deal) પર કોઈ અસર થશે નહીં.

રશિયાએ ભારતને ખાતરી આપી: કહ્યુ ચિંતાની વાત નથી, સંરક્ષણ સપ્લાય કરવાનું ચાલુ રાખશે

આ પણ વાંચો:ભારત પર 500 ટન વજનનું ISS છોડવાની ધમકી! યુદ્ધ વચ્ચે રશિયન ધમકીઓની અસરો શું?

ભારતમાં રશિયાના રાજદૂત ડેનિસ અલીપોવે ભારત સાથેના સંરક્ષણ સોદા (Russia India Defense deals)માં પ્રતિબંધોની અસર અંગે ભારતને ઘણો વિશ્વાસ આપ્યો છે. વાસ્તવમાં અમેરિકા સહિત ઘણા પશ્ચિમી દેશોએ રશિયા પર પ્રતિબંધો લગાવ્યા છે. રશિયાની બેંક, પેટ્રોલિયમ, ઉડ્ડયન, અવકાશ, વેપાર સહિત લગભગ દરેક ક્ષેત્ર પર પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.

આ પણ વાંચો:Operation Ganga: રોજે-રોજ મળી રહ્યા ખુશીના સમાચાર, C-17 એરક્રાફ્ટ 208 ભારતીયોને લઈને પરત ફર્યું

એવી આશંકા છે કે, પ્રતિબંધોની અસર ભારત-રશિયા સંરક્ષણ સોદા અને લશ્કરી સાધનોની ખરીદી અને વેચાણ પર પણ પડી શકે છે. દરમિયાન, દિલ્હીમાં તૈનાત રશિયન રાજદૂત ડેનિસ અલીપોવે ખાતરી આપી છે કે, ભારત પશ્ચિમી પ્રતિબંધો છતાં ભારતને S-400 મિસાઈલ સિસ્ટમ અને અન્ય સૈન્ય સ્પેરપાર્ટ્સનો અવિરત પુરવઠો પૂરો પાડવાનું ચાલુ રાખશે. ભારતના 70 ટકા મિલિટરી હાર્ડવેર રશિયામાં બને છે. આવી સ્થિતિમાં સમયાંતરે રિપેર કરવા માટે રશિયા પાસેથી સ્પેરપાર્ટસ ખરીદવામાં આવે છે.

Last Updated : Mar 3, 2022, 5:11 PM IST

ABOUT THE AUTHOR

...view details