ગુજરાત

gujarat

ETV Bharat / bharat

લખનઉમાં સત્તાધારી પક્ષ ભાજપના સાંસદ કૌશલ કિશોરના પુત્ર પર ફાયરિંગ

ઉત્તર પ્રદેશમાં કેટલાક શખ્સોએ ભાજપના સાંસદ કૌશલ કિશોરના પુત્ર આયુષને ગોળી મારી દીધી હતી. આ ઘટના મંગળવારે મોડી રાત્રે લખનઉના મડિયાવ વિસ્તારમાં થઈ હતી. આયુષને હાલમાં ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા.

લખનઉમાં સત્તાધારી પક્ષ ભાજપના સાંસદ કૌશલ કિશોરના પુત્ર પર ફાયરિંગ
લખનઉમાં સત્તાધારી પક્ષ ભાજપના સાંસદ કૌશલ કિશોરના પુત્ર પર ફાયરિંગ

By

Published : Mar 3, 2021, 9:24 AM IST

  • ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં ક્રાઈમની ઘટના ચરમસીમાએ
  • કેટલાક શખ્સ અડધી રાત્રે સાંસદના પુત્ર પર ગોળી ચલાવી ફરાર
  • મડિયાવના છઠ્ઠા મીલ વિસ્તારમાં સાંસદના પુત્ર પર ફાયરિંગ થયું

લખનઉઃ ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં ક્રાઈમની ઘટના ચરમસીમાએ જોવા મળી રહી છે. હવે તો સત્તાધારી પક્ષ ભાજપના સાંસદના પુત્ર પર પણ કેટલાક શખ્સોએ ગોળી ચલાવી દીધી છે. ભાજપ અનુસૂચિત મોરચા પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ કૌશલ કિશોરના 30 વર્ષીય પુત્ર આયુષ પર ગોળીબારી થઈ છે. કેટલાક શખ્સો બાઈક પર આવ્યા હતા અને મડિયાવના છઠ્ઠા મીલ વિસ્તારમાં આયુષ પર ગોળી ચલાવી હતી. સાંસદ કૌશલ કિશોરે જણાવ્યું કે, તેમના પુત્રને દોડાવી દોડાવીને ગોળી મારવામાં આવી છે. જોકે, ગોળી કોણે ચલાવી અને કેમ મારવાનો પ્રયત્ન કર્યો તે અંગે હજી સુધી કંઈ જાણી શકાયું નથી. આયુષને ગોળી વાગી ત્યારે તેનો સાળો પણ તેની સાથે હતો.

પોલીસે CCTV કેમેરા ચકાસી તપાસ શરૂ કરી

પોલીસે જણાવ્યાનુાર, આયુષ રાત્રે 2.45 વાગ્યે મડિયાવથી ઘરે પરત ફરી રહ્યો હતો. છઠ્ઠા મીલ પાસે કેટલાક શખ્સોએ તેની પર ગોળીબારી કરી દીધી હતી, જેના કારણે આયુષને જમણા હાથે ગોળી વાગી છે. જોકે, અત્યારે આયુષની તબિયત સારી છે. પોલીસે ઘટનાસ્થળ પર લાગેલા CCTV કેમેરા તપાસી ગોળી ચલાવનારા શખ્સોની તપાસ શરૂ કરી છે.

ABOUT THE AUTHOR

...view details