નવી દિલ્હીઃ કોરોના વાયરસને લઈને ફરી એકવખત ભારતમાં અસરકારક પગલાં લેવાઈ રહ્યા છે. કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, અમે એન્વારમેન્ટલ, સ્યુએજ અને હ્યુમન સર્વેલન્સ કરી રહ્યા છીએ. દિલ્હી અને મુંબઈમાં ગટરમાંથી વાયરસના RNA મળ્યા છે. દેશના લોકોને અપીલ કરૂ છું કે, લોકો માસ્ક પહેરે અને સાવચેતી રાખે. કોવિડ સંબંધીત સાવચેતીઓ રાખે.
RT-PCR ટેસ્ટ ફરજિયાતઃચીનમાં કોરોના વાયરસના કેસનો રાફડો ફાટ્યો છે ત્યારે ભારતે પણ ત્યાંથી સ્થિતિન (international arrivals To India) લઈ સાવચેતીના પગલાં લેવાના શરૂ કરી દીધા છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન માંડવિયાએ (Health Minister Mansukh Mandaviya) જણાવ્યું હતું કે, ચીન, જાપાન, એસ. કોરિયા, હોંગકોંગ અને થાઈલેન્ડના આંતરરાષ્ટ્રીય આગમન માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત રહેશે.
આ પણ વાંચોઃ BF7 વેરિયન્ટના ભય વચ્ચે ભાવનગરમાં ઊભી થઈ કોરોના રસીની અછત
હોસ્પિટલ તૈયારઃકોરોના વાયરસની સ્થિતિને ધ્યાને લીઈને ગુજરાત રાજ્યના ચારેય મહાનગર રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરતની સિવિલ હોસ્પિટલમાં વધારાના બેડ તૈયાર કરી દેવામાં આવ્યા છે. ઑક્સિજનથી લઈને દવાઓ સુધીનો સ્ટોક તૈયાર રાખવામાં આવ્યો છે. વધારાના બેડની પણ વ્યવસ્થા ઊભી કરી દેવામાં આવી છે. બીજી તરફ જુદા જુદા સેન્ટર તૈયાર કરીને ટેસ્ટિંગ પણ વધારી દેવામાં આવ્યું છે.
એક્ટિવ કેસઃ કોરોના વેરીએન્ટ BF7 (Variant BF 7 )લઈ સરકારી તંત્ર હરકતમાં (Covid 19 Hospitals Arrangements )આવ્યું છે. અમદાવાદમાં કોરોનાના અત્યાર સુધીમાં 3,94,292 કેસ નોંધાયા છે. પરંતુ હાલમાં કુલ 8 કોવિડના કેસ એક્ટિવ (Corona Cases Update in Ahmedabad Today)જોવા મળી રહ્યા છે.તો અમદાવાદ શહેરમાં કુલ 1,16,06,199 થી વધુ વેકસીન ડોઝ (Corona Vaccination Dose )આપવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ બાળકો માટે ડિજિટલ ઉપકરણોનો વધુ પડતો ઉપયોગ, ક્યારેક જોખમી સાબિત થઈ શકે છે
ટેસ્ટ રીપોર્ટઃઅમદાવાદ શહેરમાં છેલ્લા 5 દિવસની વાત કરવામા આવે તો તારીખ 17 ડિસેમ્બર 345,18 ડિસેમ્બરે 337, 19 ડિસેમ્બરે 185, 20 ડિસેમ્બરે 414 અને 21 ડિસેમ્બરે 437 એમ કુલ 1718 RTPCR કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી માત્ર 6 કોરોના કેસ પોઝીટિવ આવ્યા છે. જેમાંથી 2 દર્દી હાલ હોસ્પિટલમાં સારવાર (Covid 19 Hospitals Arrangements )લઈ રહ્યા છે અને તેમની તબિયત પણ સ્થિર જોવા મળી રહી છે. અમદાવાદ શહેરમાં અત્યાર સુધી કુલ 1,16,06,199 વેકસીનમાં ડોઝ આપવામાં આવ્યા છે.જેમાં પ્રથમ ડોઝની વાત કરવામાં આવે તો 18 વર્ષથી ઉપરના અંદાજિત 51,59,262 જેટલા કોરોના વેકસીન ડોઝ લીધા છે.
આ પણ વાંચોઃ કોરોના વાયરસને લઈને સરકાર સતર્ક, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન માંડવિયા આજે રાજ્યના આરોગ્ય પ્રધાનો સાથે કરશે બેઠક
વેક્સિન ડોઝના આંકડાઃજ્યારે 15 થી 18 વર્ષથી 2,37,399, જ્યારે 12 થી 14 વર્ષના 1,49,269 વેકસીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યા છે.બીજા ડોઝની વાત કરવામાં આવે તો 18 વર્ષથી ઉપરના 47,16,188 લોકોએ,15 થી18 વર્ષના 1,96,405 લોકોએ અને 12 થી 14 વર્ષના 1,16,324 કોરોના વેકસીનનો બીજો ડોઝ આપવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં ત્રીજો ડોઝ એટલે કે પ્રિકોશન ડોઝ વાત કરવામાં આવેતો 18 વર્ષથી ઉપરના અંદાજિત 10,41,324 જેટલા પ્રિકોશન ડોઝ (Corona Vaccination Dose )આપવામાં આવ્યા છે.