- 19માર્ચ, 2021થી શરૂ થશે RSS પ્રતિનિધિ સભા
- આ બેઠક દરમિયાન RSSના નવા સહકાર્યવાહકની નિમણૂક કરવામાં આવશે
- RSS પ્રમુખ મોહન ભાગવત આ બેઠકની અધ્યક્ષતા
બેંગ્લોરઃ કર્ણાટકમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતિય પ્રચાર પ્રમુખ અરુણ કુમારે કહ્યું કે સમાજમાં કાર્યરત સામાજીક, ધાર્મિક સંગઠનોને સાથે લઇને સમાજવ્યાપી, રાષ્ટ્રરવ્યાપી સામાજીક શક્તિ ઉભી કરવી એ સંઘનું લક્ષ્ય છે. સંઘ સમાજની સામુહિક શક્તિને જાગૃત કરવાનું કામ કરી રહ્યું છે. દેશ સમાજ માટે કામ કરનારા, સમાન વિચાર ધાવતા લોકો અને સંગઠનોને સાથે લાવવાનો સંઘનો પ્રયાસ છે. જણાવી દઈએ કે આ બેઠક દરમિયાન RSSના નવા સહકાર્યવાહકની નિમણૂક કરવામાં આવશે. તેમણે કહ્યું કે એ જોવાનું રહ્યું કે સુરેશ ભૈયાજી જોશીને બીજો એક કાર્યકાળ મળે નહીં. RSS પ્રમુખ મોહન ભાગવત આ બેઠકની અધ્યક્ષતા કરશે.
આ પણ વાંચોઃRSS સુપ્રિમોની સૌરાષ્ટ્રની મુલાકાત, પશ્ચિમ બંગાળમાં ભાજપા માટે આશીર્વાદ રૂપ !
બેઠક 19 માર્ચે સવારે બેઠક શરું થશે
બેંગ્લોરના ચન્નનહલ્લીના જનસેવા વિદ્યા કેન્દ્રમાં 19 અને 20 માર્ચે યોજાનારી અખિલ ભારતિય પ્રતિનિધી સભા વિશે જાણકારી આપતા જણાવવામાં આવ્યું હતુ કે, આ સભા સંઘનો નિર્ણય લેનારી સર્વોચ્ચ સંસ્થા છે. નિર્ણય પ્રતિનિધી સભાઓમાં જ લેવામાં આવે છે. 19 માર્ચે સવારે બેઠક શરું થશે જેમાં પહેલુ સત્ર 8.30નો કલાકે પ્રારંભ થશે. 9 વાગ્યે પત્રકાર પરિષદ યોજાશે. આ સહ સરકાર્યવાહ ડો. મનમોહન વૈધ પત્રકાર પરિષદને પ્રસ્તાવોના સંબધમાં જાણકારી આપશે. દર ત્રણ વર્ષે સરકાર્યવાહની ચૂંટણી થાય છે. 20 માર્ચે બીજા સત્રમાં સરકાર્યવાહકની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે.