ન્યૂઝ ડેસ્ક: રાહુલ ગાંધીના 'હિંદુ' અને 'હિંદુત્વ'ના (hindu and hindutva) નિવેદન પર સતત પ્રતિક્રિયાઓ આવી રહી છે. જ્યાં ભાજપ 'હિંદુ' અને 'હિંદુત્વ'ને અલગ કરવા માટે કોંગ્રેસ પર પ્રહારો કરી રહી છે, તો કોંગ્રેસ તેને હિંદુત્વને સંઘ અને ભાજપ દ્વારા રચાયેલ શબ્દ તરીકે ગણાવી રહી છે. હવે ફરી એકવાર આ મુદ્દે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તરફથી નિવેદન આવ્યું છે. RSSના નેતા સુરેશ ભૈયાજી જોશી કહે છે કે, 'હિંદુ' અને 'હિંદુત્વ' બે અલગ અલગ વિચારો નથી, તેઓ સમાન છે. આ વિષય પર બિનજરૂરી વિવાદ એ મૂંઝવણ ઊભી કરવાનો પ્રયાસ છે.
રાહુલે હિન્દુ અને હિન્દુત્વને અલગ કહીને ભાજપની ટીકા કરી
અમેઠીમાં પદયાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ હિન્દુ અને હિન્દુત્વ વિશે નિવેદન (rahul on gandhi hindu and hindutva) આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, હિન્દુત્વવાદી ગંગામાં એકલા સ્નાન કરે છે. હિન્દુઓ કરોડો લોકો સાથે ગંગામાં સ્નાન કરે છે. એક બાજુ હિન્દુ છે, અને બીજી બાજુ હિન્દુત્વવાદી છે. એક બાજુ હકીકત છે, તો બીજી બાજુ ખોટાપણુ છે. હિંદુઓ સાચું બોલે છે, અને હિંદુત્વવાદીઓ જુઠ્ઠું બોલે છે. અગાઉ જયપુરમાં પણ રાહુલે હિન્દુ અને હિન્દુત્વને અલગ-અલગ કહીને ભાજપની ટીકા કરી હતી. કોંગ્રેસ પણ આ મુદ્દે સતત પ્રહારો કરી રહી છે.
રાહુલ પાસે બહુ ઓછી જાણકારી અને સમજ છે