નાગપુર: RSS નાગપુર હેડક્વાર્ટર રેકી (RSS headquarters recce) કેસમાં નાગપુર પોલીસને મોટી સફળતા મળવાના સંકેતો છે. શ્રીનગરમાંથી પકડાયેલા ચાર આતંકવાદીઓમાંથી એકની ઓળખ થઈ ગઈ છે. આ આતંકવાદી નાગપુરમાં RSS હેડક્વાર્ટરની રેકી (Terrorist in RSS headquarters recce)માં શામેલ હતો. 2021ની શરૂઆતમાં નાગપુરમાં RSS મુખ્યાલયમાં રેકી કરવામાં આવી હતી.
હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો
વાસ્તવમાં, જમ્મુ-કાશ્મીર અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની ટીમોએ સંયુક્ત કાર્યવાહીમાં શ્રીનગરમાંથી ચાર આતંકવાદીઓની ધરપકડ કરી હતી. તેમની પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો છે. પોલીસે દાવો કર્યો છે કે, ધરપકડ કરાયેલ વ્યક્તિ આતંકવાદી સંગઠન 'જૈશ-એ-મોહમ્મદ' સાથે સંકળાયેલો છે. તેણે જુલાઈમાં આર.એસ.એસના મુખ્યમથકની મુલાકાત લેવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.
ભારે પોલીસ તૈનાત જોઈને ત્યાંથી ચાલ્યા ગયા
ગુપ્તચર માહિતી અનુસાર, જમ્મુ અને કાશ્મીરના અવંતીપોરા જિલ્લાનો રહેવાસી રઈસ શેખ (30) 13 જુલાઈના રોજ જાસૂસી માટે નાગપુર (Nagpur spying case) આવ્યો હતો. અધિકારીએ દાવો કર્યો હતો કે, શેખે 14 જુલાઈના રોજ મહેલ વિસ્તારમાં આવેલા તેમણે એ વિસ્તારની મુલાકાત લીધી હતી, જ્યાં RSSનું મુખ્યાલય આવેલું છે, પરંતુ ત્યાં ભારે પોલીસ તૈનાત જોઈને ત્યાંથી ચાલ્યા ગયા હતા.