નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મહાસચિવ દત્તાત્રેય હોસાબલેએ(RSS general secretary Dattatreya Hosabale ) રવિવારે દેશમાં બેરોજગારી(unemployment ) અને આવકમાં વધતી અસમાનતા અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, ગરીબી દેશ સામે એક રાક્ષસ જેવા પડકાર તરીકે ઉભરી રહી છે. જો કે હોસાબલેએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં આ પડકારનો સામનો કરવા માટે ઘણા પગલાં લેવામાં આવ્યા છે.
ગરીબી રાક્ષસ જેવો પડકારઃહોસબાલેએ સંઘને સંલગ્ન સ્વદેશી જાગરણ મંચ (SJM) દ્વારા આયોજિત વેબિનારમાં જણાવ્યું હતું કે, 'આપણને દુ:ખ થવુ જોઈએ કે, 200 મિલિયન લોકો ગરીબી રેખા નીચે છે અને 23 કરોડ લોકો દરરોજ 375 રૂપિયાથી ઓછી કમાણી કરી રહ્યા છે. ગરીબી આપણી સામે એક રાક્ષસ જેવો પડકાર છે.(RSS expresses concern over unemployment) આ રાક્ષસનો નાશ થાય તે જરૂરી છે. RSS નેતાએ કહ્યું હતુ કે, ગરીબી સિવાય અસમાનતા અને બેરોજગારી એ બે પડકારો છે, જેનો સામનો કરવાની જરૂર છે.