- RSSના વડા મોહન ભાગવત કોરોના પોઝિટિવ આવ્યા
- તેમને નાગપુરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
- ભાગવતને ડોકટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા
નાગપુર(મહારાષ્ટ્ર) :રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવત કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમને નાગપુરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સંગઠને આ માહિતી આપી હતી.
આ પણ વાંચો : મોહન ભાગવત બે દિવસીય હરિદ્વારના પ્રવાસે, અમરાપુર ઘાટનું ઉદ્ઘાટન કર્યું
ભાગવતને હોસ્પિટલના કોવિડ-19 વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા
હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે, ભાગવતને હોસ્પિટલના કોવિડ-19 વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. અત્યારેે તેમની હાલત સ્થિર છે. તેમણે કહ્યું કે, ભાગવતને ડોકટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. સંઘના એક અધિકારીએ પુષ્ટિ આપી કે, મોહન ભાગવતને કોવિડ-19 ચેપ લાગ્યો હતો.
આ પણ વાંચો : મોહન ભાગવતનું ભાષાંતરિત ઉર્દૂ પુસ્તક 'મુસ્તકબિલ કા ભારત' નું વિમોચન થયું