- સંઘના વડા મોહન ભાગવત આજે હરિદ્વાર પહોંચ્યા
- મહામંડલેશ્વર સ્વામી જ્ઞાનાનંદ મહારાજ અને યોગ ગુરુ સ્વામી રામદેવે તેમનું સ્વાગત કર્યું
- શૌર્ય મેમોરિયલ અને અમરાપુર ઘાટનું ઉદ્ઘાટન કર્યું
ઉત્તરાખંડ (હરિદ્વાર) : સંઘના વડા મોહન ભાગવત આજે રવિવારે તેમના બે દિવસીય પ્રવાસ પર હરિદ્વારના ભીમગોડા ખડખડી સ્થિત સ્વામી જ્ઞાનાનંદ મહારાજના કૃષ્ણ કૃપા ધામ આશ્રમમાં પહોંચ્યા હતા. જ્યાં તેમનું મહામંડલેશ્વર સ્વામી જ્ઞાનાનંદ મહારાજ અને યોગ ગુરુ સ્વામી રામદેવે સ્વાગત કર્યું હતું. આજે રવિવારે સંઘના વડાએ મોહન ભાગવત ભૂપતવાલામાં એક ઘાટનું ઉદ્ઘાટન કરશે. આની સાથે તેમના 2 દિવસનો હરિદ્વારનો કાર્યક્રમ શરૂ થશે.