તેલંગાણા: દિલ્હીના વર્તમાન સીજે સતીશ ચંદ્રા સાથે ફેક વોટ્સ એપ છેતરપિંડીનો (cheating with Ex CJ whatsup DP) કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તેમણે તેલંગાણા હાઈકોર્ટના સીજે તરીકે પણ સેવા આપી હતી. તાજેતરમાં જ તેમની દિલ્હી હાઈકોર્ટમાં બદલી કરવામાં આવી હતી.
આ પણ વાંચો:નુપુર શર્માને મારવા ભારત પહોંચ્યો પાક ઘૂસણખોર, ઉલેમાના નિવેદન બાદ બનાવ્યો હત્યાનો પ્લાન
સાયબર ગુનેગારોએ તેલંગાણા હાઈકોર્ટમાં સબ-રજિસ્ટ્રાર તરીકે કામ કરતા શ્રીમન્નારાયણને વોટ્સએપ ડીપી તરીકે ફોટોનો ઉપયોગ કરીને મેસેજ મોકલ્યો હતો. "હું એક ખાસ મીટિંગમાં છું. મને તાકીદે પૈસાની જરૂર છે, પરંતુ મારા તમામ બેંક કાર્ડ્સ બ્લોક છે. હું તમને એમેઝોન લિંક મોકલીશ. તેના પર ક્લિક કરો અને 2 લાખ રૂપિયાના ગિફ્ટ કાર્ડ્સ મોકલો" (Telangana cyber cheating ) સાયબર અપરાધીઓએ આ સંદેશ મોકલ્યો હતો.
આ પણ વાંચો:એર એશિયામાં નોકરી મેળવવા માંગો છો, તો આ ગુજરાતના 27 લોકો જેવું ન કરતા
શ્રીમન્નારાયણે સાયબર અપરાધીઓએ તેમને કહ્યું તેમ કર્યું અને 2 લાખ રૂપિયા (Cyber fraud by using the photo) ગુમાવ્યા. જ્યારે એ નંબર પરથી કોઈ જવાબ મળ્યો ન હતો, ત્યારબાદ તેણે તરત જ સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક કર્યો. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે સૂચન કર્યું કે, ઉચ્ચ હોદ્દા પર કોઈ પૈસા માંગે નહીં. ખાસ કરીને જો તે એમેઝોન ગિફ્ટ કાર્ડ્સ કહે છે, તો તમારે તરત જ જાણવું જોઈએ કે, તે છેતરપિંડી કરવાનો પ્રયાસ કરી રહેલા સાયબર અપરાધીઓ છે.