- ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઇમથક પર બે 2 આફ્રિકન નાગરિકોની ધરપકડ
- બન્ને શખ્સોની 98 કરોડના હેરોઇન સાથે ધરપકડ કરાઈ
- દક્ષિણ આફ્રિકાના ઝામ્બિયાથી કતાર એરવેઝની ફ્લાઇટમાં ભારત આવ્યા હતા
નવી દિલ્હી: ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઇમથક ટર્મિનલ 3 પર કસ્ટમ અધિકારીઓએ 2 આફ્રિકન નાગરિકોની 98 કરોડની હેરોઇન સાથે ધરપકડ કરી છે. બન્ને આરોપીઓ દક્ષિણ આફ્રિકાના ઝામ્બિયાથી કતાર એરવેઝની ફ્લાઇટમાં ભારત આવ્યા હતા.
આ પણ વાંચો :દિલ્હી હાઈકોર્ટે 50 લોકોને નમાઝ કરવા માટે નિઝામુદ્દીન મરકઝ પર જવાની આપી મંજૂરી
98 કરોડનું હેરોઇન કરાયું જપ્ત
જોઇન્ટ કમિશનર કસ્ટમ શૌકત અલી નેરવીના જણાવ્યા અનુસાર IGI (ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ)ના ટર્મિનલ 3 પર કસ્ટમ્સ અધિકારીઓ દ્વારા 2 આફ્રિકન નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. જેની પાસેથી 14 કિલો હેરોઇન મળી આવ્યું છે. જેની કિંમત ભારતીય રૂપિયામાં 98 કરોડ છે.