કટવા: કટવા ડિવિઝનલ હોસ્પિટલમાં (Katwa Division Hospital) હોસ્પિટલનું બિરયાનીનું બિલ આશરે ત્રણ લાખ રૂપિયા (Biryani Bill 3 Lakh) આવતા વહીવટી તંત્રના અધિકારીઓની પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. કટવા હોસ્પિટલમાં (Government Hospital Katwa) રૂપિયા ત્રણ લાખ રૂપિયાનું બિલ આવતા સૌ કોઈ ચોંકી ગયા હતા. દવાઓની ખરીદી સાથે સરેરાશ કરતા બિલ કરોડ રૂપિયાને પાર થઈ ગયું હતું. જ્યારે આ કેસની તપાસ કરવામાં આવી ત્યારે માત્ર એક કે બે નહીં પણ કુલ 81 આવા બિલ (Fake bill Scame in Hospital) સામે આવ્યા હતા.
આ પણ વાંચો:Arrest of sandal thief : રક્ત ચંદનની ચોરીના નાસતો ફરતો આરોપી સુરતથી ઝડપાયો, જાણો અધધ ચંદન ચોરીનો કેસ
એક નહીં કુલ 81 બિલ: ત્રણ દિવસ પહેલા પણ આવા કેટલાક બિલ સોંપવામાં આવ્યા હતા. આ સાથે એવું કહેવામાં આવ્યું હતું કે, બિલના પૈસા છેલ્લા કેટલાક સમયથી અટવાયેલા છે. તેથી આવા બિલનો નીવેડો લાવવો પડશે. જ્યારે અધિકારી બિલ ચેક કરવા માટે ગયા તો એના હોંશ ઊડી ગયા હતા. અધિકારીઓની પણ આંખ ચાર થઈ ગઈ હતી. હોસ્પિટલ માટે મંગાવવામાં આવેલી બિરયાનીનું બિલ રૂપિયા 3 લાખ આવ્યું હતું. એ પછી દવા, ફર્નિયર જેવી વસ્તુઓની ખરીદીનો ટોટલ કરવામાં આવ્યો તો બિલ કરોડને પાર કરી ગયું. જ્યારે અલગ અલગ ખર્ચાઓના બિલ અંગે તપાસ કરવામાં આવી ત્યારે કુલ 81 બિલ આ પ્રકારે મોટી રકમના મળ્યા. હોસ્પિટલના સુત્ર અનુસાર કિંગ્શુક ઘોષ નામનો એક કોન્ટ્રાક્ટર હોસ્પિટલમાં જરૂરી ચીજ વસ્તુઓ પહોંચાડે છે.