ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સંસદમાં મડાગાંઠના કારણે કરદાતાઓના 133 કરોડ રૂપિયા વેડફાયા - Parliament disruptions Report

પેગાસસ જાસૂસી કેસ (Pegasus espionage case) અને કેટલાક અન્ય મુદ્દાઓ પર છેલ્લા ઘણા દિવસોથી સંસદમાં મડાગાંઠ વચ્ચે સંસદની કાર્યવાહી કુલ 107 કલાકમાંથી માત્ર 18 કલાક જ ચાલી શકી. 19 જુલાઇથી શરૂ થયેલા સંસદના ચોમાસુ સત્રમાં લગભગ 89 કલાકનો હંગામો જોવા મળ્યો છે. વર્તમાન સત્ર 13 ઓગસ્ટ સુધી ચાલવાનું છે.

સંસદમાં
સંસદમાં

By

Published : Aug 1, 2021, 12:55 PM IST

  • રાજ્યસભા નિર્ધારિત સમયના માત્ર 21 ટકા જ ચાલી શકે છે
  • સંસદની કાર્યવાહી 107 કલાકમાંથી માત્ર 18 કલાક જ ચાલી શકી
  • વિક્ષેપના કારણે કરદાતાઓને 133 કરોડ રૂપિયાનું નુકસાન થયું

નવી દિલ્હી:પેગાસસ જાસૂસી કેસ (Pegasus espionage case) અને કેટલાક અન્ય મુદ્દાઓ પર છેલ્લા ઘણા દિવસોથી સંસદમાં મડાગાંઠ વચ્ચે સરકારી સૂત્રોએ શનિવારે જણાવ્યું હતું કે, અત્યાર સુધી સંસદની કાર્યવાહી કુલ સુનિશ્ચિત 107 કલાકમાંથી માત્ર 18 કલાક જ ચાલી શકી છે. અને આ વિક્ષેપના કારણે કરદાતાઓને 133 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.

વર્તમાન સત્ર 13 ઓગસ્ટ સુધી ચાલવાનું છે

સૂત્રોએ જણાવ્યું હતું કે, 19 જુલાઇથી શરૂ થયેલા સંસદના ચોમાસુ સત્રમાં લગભગ 89 કલાકનો હંગામો જોવા મળ્યો છે. વર્તમાન સત્ર 13 ઓગસ્ટ સુધી ચાલવાનું છે. સત્તાવાર સૂત્રો દ્વારા વહેંચવામાં આવેલી વિગતો અનુસાર, રાજ્યસભા નિર્ધારિત સમયના માત્ર 21 ટકા જ ચાલી શકે છે. જ્યારે લોકસભા નિર્ધારિત સમયના માત્ર 13 ટકા જ ચાલી શકે છે.

લોકસભાને 54 કલાકમાંથી 7 કલાકથી ઓછા સમય સુધી ચાલવાની મંજૂરી

તેમણે કહ્યું કે, લોકસભાને 54 કલાકમાંથી 7 કલાકથી ઓછા સમય સુધી ચાલવાની મંજૂરી આપવામાં આવી હતી. રાજ્યસભાને 53 કલાકમાંથી 11 કલાક ચાલવાની મંજૂરી આપવામાં આવી છે. સંસદ અત્યાર સુધી 107 કલાકના નિર્ધારિત સમયમાંથી માત્ર 18 કલાક (16.8 ટકા) ચલાવી શક્યું છે. સૂત્રોએ એમ પણ કહ્યું કે, આ વિક્ષેપને કારણે સરકારી તિજોરીને 133 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

આ પણ વાંચો:સાયકલ ચલાઇને સંસદ પર પહોંચ્યા તૃણમૂલ સાંસદ, ઇંધણની કિંમતના વધારામાં કર્યો વિરોધ

છેલ્લા ઘણા દિવસોથી સંસદના બંને ગૃહોમાં મડાગાંઠ ચાલી રહી છે

પેગાસસ અને કેટલાક અન્ય મુદ્દાઓ પર છેલ્લા ઘણા દિવસોથી સંસદના બંને ગૃહોમાં મડાગાંઠ ચાલી રહી છે. ચોમાસુ સત્ર 19 જુલાઈથી શરૂ થયું હતું, પરંતુ અત્યાર સુધી બંને ગૃહોની કાર્યવાહી લગભગ ખોરવાઈ ગઈ છે. વિરોધ પક્ષોનું કહેવું છે કે સરકાર પહેલા પેગાસસ જાસૂસી મુદ્દે ચર્ચા કરવા માટે તૈયાર થયા બાદ જ સંસદમાં મડાગાંઠનો અંત આવશે. આ માંગને ફગાવી દેતા સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ શુક્રવારે લોકસભામાં કહ્યું હતું કે તે બિલકુલ મુદ્દો નથી.

આ પણ વાંચો:રાજ્યસભામાં પેગાસસ મામલે વિવાદ : કૉંગ્રેસના નિયમ 267 અંતર્ગત ચર્ચાની માગ

ABOUT THE AUTHOR

...view details