નવી દિલ્હી: પૂર્વ કેન્દ્રીય પ્રધાન આરપીએન સિંહ ભાજપમાં જોડાઈ (RPN Singh Joins BJP) ગયા છે. તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું (RPN Singh Resigns From Congress) આપીને બીજેપી જોઇન કર્યું છે. આરપીએન સિંહે કહ્યું કે, લોકશાહીને નબળી કરવામાં આવી રહી છએ.કોંગ્રેસપ્રમુખ સોનિયા ગાંધીને મોકલેલા પત્રમાં આરપીએન સિંહે લખ્યું કે, કોંગ્રેસની સદસ્યતાથી તાત્કાલિક રાજીનામું આપી રહ્યો છું. તેમણે કહ્યું કે, તેઓ પોતાના રાજકીય જીવનનો નવો અધ્યાય શરૂ કરવા જઇ રહ્યા છે.
કોંગ્રેસમાં હવે પહેલા જેવો માહોલ નથી - આરપીએન સિંહ
આરપીએન સિંહના બીજેપીમાં જોડાવાના પ્રસંગે કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા, ધર્મેન્દ્ર પ્રધાન, અનુરાગ ઠાકુર સહિત યુપી બીજેપીના ઘણા નેતાઓ હાજર હતા. આરપીએન સિંહના બીજેપીમાં જોડાવાના પ્રસંગે યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય અને દિનેશ શર્મા પણ હાજર હતા. ભાજપમાં જોડાયા બાદ આરપીએન સિંહ સંતુષ્ટ જણાતા હતા. તેમણે કહ્યું કે, જે પાર્ટીમાં હું 32 વર્ષ રહ્યો, તેમાં હવે પહેલા જેવો માહોલ નથી રહ્યો. ઘણા વર્ષોથી લોકો મને કહેતા હતા કે, મારે ભાજપમાં જોડાવું જોઈએ, પરંતુ આજે હું એટલું કહી શકું છું કે, દેર આયે, દુરસ્ત આયે. યુપી (UP assembly election 2022) ભારતનું હૃદય છે, યુપીમાં પ્રગતિ થશે તો દેશમાં પ્રગતિ થશે.
ધર્મેન્દ્ર પ્રધાને આરપીએન સિંહનું ભાજપમાં સ્વાગત કર્યું
તેમણે કહ્યું કે, છેલ્લા 5 વર્ષમાં કાયદો અને વ્યવસ્થા (Law and order In Uttar Pradesh) સુધારવા માટે કામ કરવામાં આવ્યું છે. આરપીએન સિંહે કહ્યું કે, દેશ અને યુપીના નિર્માણમાં એક નાના કાર્યકર તરીકે તેમને જે પણ ભૂમિકા મળશે તે તેઓ નિભાવશે. ઉત્તર પ્રદેશ ભાજપના વડા (Uttar Pradesh BJP chief) સ્વતંત્ર દેવ સિંહે આરપીએન સિંહને પાર્ટીની સદસ્યતાની સ્લિપ આપી. ધર્મેન્દ્ર પ્રધાને આરપીએન સિંહનું ભાજપમાં સ્વાગત કર્યું. પ્રધાને કહ્યું કે, જ્યારે આરપીએન સિંહ કોંગ્રેસ પાર્ટીમાં હતા, ભારત સરકારમાં નોર્થ બ્લોકમાં બેસતા હતા, ત્યારે તેમને તેમણે કહ્યું હતું કે, તમારા જેવા વ્યક્તિએ નરેન્દ્ર મોદીજી સાથે હોવું જોઈએ.