ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Rozgar Mela 2023: વડાપ્રધાન મોદીએ 51 હજાર નિમણુંક પત્રોની વહેંચણી કરી

રોજગાર મેળો 2023માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉમેદવારોને 51 હજાર નિમણુંક પત્રોની વહેંચણી કરી. આ પ્રસંગે નરેન્દ્ર મોદીએ દેશે તાજેતરમાં મેળવેલી સિદ્ધિઓ વર્ણવી અને દેશ પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યો હોવાનું જણાવ્યું છે.

વડાપ્રધાન મોદીએ 51000 નિમણુક પત્રોની વહેંચણી કરી
વડાપ્રધાન મોદીએ 51000 નિમણુક પત્રોની વહેંચણી કરી

By ETV Bharat Gujarati Team

Published : Sep 26, 2023, 3:05 PM IST

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોજગાર મેળા 2023 અંતર્ગત 51 હજાર લાભાર્થીઓમાં નિમણુંક પત્રોની વહેંચણી કરી. આ પ્રસંગે તેમણે નવા આઈડિયા પર કામ કરવા પર ભાર મૂક્યો છે. તેમણે ટેકનોલોજીની મદદથી જીવન સરળ બન્યું હોવાનું જણાવ્યું હતું. તેમણે 9 વર્ષમાં દેશની નીતિઓમાં હકારાત્મક પરિવર્તન આવ્યું હોવાનો દાવો કર્યો હતો. દેશ આજે પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યો છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા. તેમણે આજે રોજગાર મેળા અંતર્ગત જે લાભાર્થીઓને નિમણુંક પત્રો મળ્યા તેમને અભિનંદન પાઠવ્યા હતા.

9 વર્ષમાં ભારતમાં આવ્યું પરિવર્તનઃ વડાપ્રધાને 9 વર્ષમાં ભારતમાં જે પરિવર્તન આવ્યું તેના વિશે વાત કરતા કહ્યું કે આપણે યોજના અને નીતિઓમાં લક્ષ્ય સિદ્ધિ માટે માર્ગો મોકળા બનાવ્યા છે. આ સિદ્ધિ આપણી નીતિ, નવી માનસિકતા, સર્વેલન્સ, મિશન મોડમાં એક્ટિવિટી અને જનભાગીદારી પર આધારીત છે. 9 વર્ષ દરમિયાન સરકારે નીતિઓને મિશન મોડમાં લાવી દીધી છે.

2047 સુધી ભારતને વિક્સીત દેશ બનાવવાનું લક્ષ્યઃ વડાપ્રધાન મોદીએ કહ્યું કે દેશને 2047 સુધી વિક્સિત દેશ બનાવવાનો સંકલ્પ કર્યો છે. આપણે આવનારા કેટલાક વર્ષોમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યા છીએ. જેમાં દરેક સરકારી કર્મચારીએ એક મોટી અને મહત્વની ભૂમિકા ભજવવાની છે. સરકારી કર્મચારીઓએ હંમેશા 'નાગરિક પ્રથમ' ભાવનાથી કામ કરવું પડશે. તમારી પેઢી ટેકનોલોજી સાથે મોટી થઈ છે. તમારે તમારી ફરજ પાલનમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવાની જરૂર છે.

મહિલા આરક્ષણ વિધેયકઃ રોજગાર મેળાને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે આપણો દેશ ઐતિહાસિક સિદ્ધિઓ મેળવી રહ્યો છે. તાજેતરમાં દેશની સમગ્ર જનતાને નારી શક્તિ વંદન કાયદા સ્વરૂપે મોટી તાકાત મળી છે. મહિલા આરક્ષણ વિધેયક છેલ્લા 30 વર્ષોથી પેન્ડિંગ હતો. હવે આ વિધેયક બંને સદનમાં રેકોર્ડ બ્રેક મતોથી મંજૂર થયું છે. આ નિર્ણય નવી સંસદના પ્રથમ સત્રમાં લેવામાં આવ્યો છે. એક રીતે નવી સંસદમાં દેશના નવા ભવિષ્યનો પ્રારંભ થયો છે.

ભારતની જીડીપી વધીઃ આપ જેવા લાખો યુવાનો સરકારી સેવામાં સામેલ થવાથી નીતિઓના અમલ અને વ્યાપ વધી જાય છે. આજે સમગ્ર વિશ્વ આર્થિક પડકારોનો સામનો કરી રહ્યું છે ત્યારે ભારતની જીડીપી તેજીથી વધી રહી છે. આપણા ઉત્પાદન અને નિકાસમાં મોટો ઉછાળો આવ્યો છે. આજે દેશ આધુનિક ઈન્ફ્રાસ્ટકચરમાં જેટલું ઈન્વેસ્ટ કરી રહ્યો છે તેટલું પહેલા ક્યારેય નથી કર્યુ.

  1. PM Modi Gujarat Visit: સાંજે 6 વાગે અમદાવાદ એરપોર્ટ પહોચશે પીએમ મોદી, જાણો શું છે કાર્યક્રમો
  2. National Space Day: 23 ઓગસ્ટને 'નેશનલ સ્પેસ ડે' તરીકે ઉજવાશે, પીએમ મોદીએ કરી જાહેરાત

ABOUT THE AUTHOR

...view details