જલપાઈગુડી: ભારતના સૌથી જૂના વાઘ પૈકીના એક રાજાનું સોમવારે વહેલી સવારે ઉત્તર બંગાળના એક બચાવ કેન્દ્રમાં 25 વર્ષ અને 10 મહિનાની ઉંમરે મૃત્યુ થયું હતું. રોયલ બંગાળ ટાઇગર રાજા સુંદરવનમાં મગરના ડંખથી ઘાયલ થઈ ગયો હતો. રાજાને સુંદરવનમાંથી જલદાપારા ફોરેસ્ટ ડિવિઝનના (Jaldapara Forest Division) દક્ષિણ ખૈરબારીમાં આવેલા રોયલ બંગાળ ટાઇગર રિહેબિલિટેશન સેન્ટરમાં (Royal Bengal Tiger Rehabilitation Centre) લાવવામાં આવ્યો હતો. જ્યાં આજે તેણે અંતિમ શ્વાસ લીધા હતા.
સૌથી વૃદ્ધ રોયલ બંગાળ ટાઇગરનું થયું મૃત્યુ - એનિમલ રેસ્ક્યુ સેન્ટર
દેશના સૌથી વૃદ્ધ વાઘ 'રાજા'નું સોમવારે મૃત્યુ થયું હતું. 'રાજા'ને મગર કરડ્યો હતો. 25 વર્ષ અને 10 મહિનાની ઉંમરે રાજા'નું મૃત્યુ થયું. છેલ્લા ઘણા સમયથી તે દક્ષિણ ખૈરબારીમાં રોયલ બંગાળ ટાઇગર રિહેબિલિટેશન સેન્ટરમાં હતો.
આ પણ વાંચો:CRPF જવાન નરેશે પત્ની અને દીકરીને 18 કલાક સુધી બંધક બનાવી ને પછી ટુકાવ્યું જીવન
દુર્ભાગ્યપૂર્ણ મૃત્યુથી વનકર્મીઓએ વ્યક્ત કર્યો શોક:રાજા જ્યારે સુંદરવનમાં માટલા નદી પાર કરી રહ્યો હતો, ત્યારે તેના ડાબા પગને મગરએ ડંખ માર્યો હતો. 11 વર્ષની ઉંમરે, રાજાને સુંદરવનથી દક્ષિણ ખેરબારી લાવવામાં આવ્યો. રોયલ બંગાળ ટાઇગરનું સોમવારે સવારે મૃત્યુ થયું હતું. રાજા વન કાર્યકર પાર્થસારથી સિંહાની દેખરેખ હેઠળ સ્વસ્થ થઈ રહ્યા હતા, પરંતુ તેમની વૃદ્ધાવસ્થાના કારણે તેઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ શક્યા ન હતા. વાઘના મોતથી વનકર્મીઓમાં શોકનો માહોલ છે. અલીપુરદ્વાર જિલ્લાના DM સુરેન્દ્ર કુમાર મીના (district governor Surendra Kumar Mina) અને જલદાપારા વન વિભાગના DFO (Divisional forest officer) દીપક રાજાને અંતિમ વિદાય આપવા દક્ષિણ ખૈરબારી પહોંચ્યા હતા. SK મીનાએ કહ્યું, '2008માં મગરના હુમલા બાદ રોયલ બંગાળ ટાઇગર રાજાને સુંદરવનમાંથી બચાવી લેવામાં આવ્યો હતો. તે વૃદ્ધ હતો અને કેટલાક સમયથી બીમાર હતો. તેમનું મૃત્યુ દુર્ભાગ્યપૂર્ણ છે, લોકો ખાસ કરીને તેમને જોવા માટે આવતા હતા. દક્ષિણ ખૈરબારી સર્કસ એનિમલ રેસ્ક્યુ સેન્ટરમાં (Animal Rescue Centre) હવે રોયલ બંગાળ વાઘ નથી.