ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Punjab Govt-Governor Controversy : પંજાબ સરકાર અને રાજ્યપાલ વિવાદ અંગે સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી, જાણો શું છે મામલો ? - બંધારણના અનુચ્છેદ 200

પંજાબ વિધાનસભા દ્વારા પસાર કરાયેલા બિલને રાજ્યપાલ દ્વારા મંજૂરી ન આપવા પર વિવાદ સર્જાયો છે. આ અંગે સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરતા રાજ્યપાલ વિશે કહ્યું કે, તમે આગ સાથે રમી રહ્યા છો. ઉપરાંત ખંડપીઠે વિધાનસભા સત્રને ગેરબંધારણીય જાહેર કરવાની રાજ્યપાલની શક્તિ પર સવાલ ઉઠાવ્યો હતો.

Punjab Govt-Governor Controversy
Punjab Govt-Governor Controversy

By ETV Bharat Gujarati Team

Published : Nov 10, 2023, 7:44 PM IST

નવી દિલ્હી : પંજાબ વિધાનસભા દ્વારા પસાર કરાયેલા બિલને રાજ્યપાલ દ્વારા મંજૂરી ન આપવામાં આવતા હાલ પંજાબ સરકાર અને રાજ્યપાલ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે આ બાબતને ગંભીર ચિંતાનો વિષય ગણાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, રાજ્યમાં જે થઈ રહ્યું છે તેનાથી તેઓ ખુશ નથી. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડ, જસ્ટિસ જે.બી. પારદીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની ખંટપીઠે પંજાબ સરકાર અને રાજ્યપાલને કહ્યું કે, આપણો દેશ સ્થાપિત પરંપરાઓ અને સંમેલનોથી ચાલે છે અને તેનું પાલન કરવાની જરૂર છે.

સુપ્રીમ કોર્ટની ટકોર : પંજાબ વિધાનસભા દ્વારા પસાર કરાયેલા બિલને મંજૂરી ન આપવા બદલ પંજાબના રાજ્યપાલ પર નારાજગી વ્યક્ત કરતા બેંચે કહ્યું કે, તમે આગ સાથે રમી રહ્યા છો. ઉપરાંત ખંડપીઠે વિધાનસભા સત્રને ગેરબંધારણીય જાહેર કરવાની તેમની સત્તા પર પણ સવાલ ઉઠાવ્યા હતા. ખંડપીઠે પંજાબ સરકારને એવો પણ સવાલ કર્યો હતો કે, તેમણે વિધાનસભાના બજેટ સત્રની બેઠકને શા માટે મોકૂફ રાખી અને સત્રને કેમ મુલતવી ન રાખ્યું. ઉલ્લેખનિય છે કે, પંજાબના રાજ્યપાલનો મુખ્યપ્રધાન ભગવંત માનની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટીની સરકાર સાથે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે.

સોલિસિટર જનરલને નિર્દેશ : ખંડપીઠે કહ્યું કે, તે બિલને મંજૂરી આપવાની રાજ્યપાલની સત્તાના મુદ્દા પર કાયદો ઘડવા માટે સંક્ષિપ્ત આદેશ પસાર કરશે. 6 નવેમ્બરે સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે, રાજ્યના રાજ્યપાલ એ હકીકતથી અજાણ ન રહેવું જોઈએ કે તેઓ જનતાના ચૂંટાયેલા પ્રતિનિધિ નથી. સુપ્રીમ કોર્ટે રાજ્ય વિધાનસભા દ્વારા પસાર કરાયેલા બિલ પર રાજભવન દ્વારા કાર્યવાહી ન કરવા પર તેની ચિંતા વ્યક્ત કરી હતી. ઉપરાંત સોલિસિટર જનરલ તુષાર મહેતાને પંજાબના ગવર્નર બનવારીલાલ પુરોહિત દ્વારા રાજ્ય વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવેલા બિલ પર કરવામાં આવેલી કાર્યવાહીની વિગતો રેકોર્ડ પર મૂકવાનો નિર્દેશ આપ્યો હતો.

પંજાબ સરકારની અરજી : પંજાબ સરકારે અગાઉ રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત દ્વારા રાજ્ય વિધાનસભા દ્વારા પસાર કરાયેલા બિલને મંજૂરી આપવામાં વિલંબ કરવાનો આરોપ લગાવીને સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી હતી. આ અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, આવી ગેરબંધારણીય નિષ્ક્રિયતાએ સમગ્ર વહીવટી તંત્રને ઠપ્પ કરી દીધું છે. પંજાબ સરકારની અરજીમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્યપાલ બિલને અનિશ્ચિત સમય સુધી રોકી શકે નથી. કારણ કે તેમની પાસે બંધારણના અનુચ્છેદ 200 હેઠળ મર્યાદિત સત્તા છે, જે બિલને સંમતિ આપવા અથવા રોકવાની અથવા બિલને રાષ્ટ્રપતિની વિચારણા માટે મૂકવાની રાજભવનની સત્તા સાથે સંબંધિત છે.

  1. પરાળી સળગાવવાની ઘટનાઓને રોકવાની જરૂર: SC
  2. મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડ ત્રણ મુખ્ય ન્યાયાધીશોને સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો તરીકે શપથ લેવડાવ્યા

ABOUT THE AUTHOR

...view details