નવી દિલ્હીઃ 14 નવેમ્બરે રાઉઝ એવન્યૂ કોર્ટે લાંચ કેસમાં પુછપરછ માટે દિલ્હી પોલીસના સબ ઈન્સપેક્ટર રાજેશ યાદવના 2 દિવસના રીમાન્ડ મંજૂર કરીને સીબીઆઈને સોંપ્યો છે. સીબીઆઈએ એક ફરાર આરોપી એસઆઈ વરુણ ચીચી પાસેથી સાડા ચાર લાખ રુપિયાની લાંચ લેતા ઝડપી લીધો હતો. સ્પેશિયલ સીબીઆઈ ન્યાયાધીશ અરુણ ભારદ્વાજે PSIની પુછપરછ માટે માંગેલા 2 દિવસના રીમાન્ડ મંજૂર કર્યા. કોર્ટે એજન્સીને 16 નવેમ્બરના રોજ બપોરે 2 કલાકે કોર્ટમાં રજૂ કરવાનો આદેશ કર્યો છે. સીબીઆઈએ પુરાવા એકત્ર કરવા અને ફરાર આરોપીની ધરપકડ માટે 3 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.
જાણકારી અનુસાર આરોપી દિલ્હી પોલીસનો અધિકારી છે અને નવી દિલ્હીના બારાખંભા પોલીસ સ્ટેશનમાં પોસ્ટેડ હતો. કોર્ટે ઓડિયો રેકોર્ડિંગના ટ્રાન્સક્રિપ્શનનું અવલોકન પણ કર્યુ હતું. કોર્ટે જણાવ્યું કે આરોપીએ સાડા ચાર લાખ લાંચ મેળવી હતી. સીબીઆઈના પ્રોસિક્યુટર અમજદ અલીએ આરોપી રાજેશે વરુણ ચીચી વતી લાંચની રકમ મેળવી હોવાનું જણાવ્યું હતું. વરુણ ચીચી અત્યારે ફરાર છે. તેમણે કહ્યું કે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 7 અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે. પુરાવા મેળવવામાં અને ફરાર આરોપીઓને પકડવા માટે પુછપરછ કરવા રીમાન્ડની જરુર છે.