દિલ્હી : દિલ્હીની રાઉજ એવન્યુ કોર્ટ INX મીડિયા ડીલ બાબતે પૂર્વ કેન્દ્રીય પ્રધાન પી.ચિદમ્બરમ અને બીજા આરોપીઓની વિરૂદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર આજે સુનવણી કરશે. સ્પેશય જજ એમ.કે નાગપાલ આ મામલે સૂનનણી કરશે.
23 ઓગસ્ટએ સુનવણી દરમિયાન પી.ચિદમ્બરમ અને તેમનો દિકરો કાર્તિ ચિદમ્બરમ વીડિયો કોન્ફરન્સ દ્રારા હાજર રહ્યા હતા. EDએ આરોપીઓની કેસ સાથે જોડાયેલી દસ્તાવેજોની માગ કરતી અરજી પર જવાબ આપ્યો હતો. કોર્ટ આ મામલાના આરોપી પીટર મુખર્જીની જામીન અરજી પર આજે સુનવણી કરશે.
આ પણ વાંચો :ED દ્વારા મહારાષ્ટ્ર ગૃહપ્રધાન અનિલ દેશમુખ સામે લુકઆઉટ નોટિસ કરી જારી
24 ઓગસ્ટે પી.ચિદમ્બરમ અને તેમનો પુત્ર કાર્તિ ચિદમ્બરમએ આ કેસ સાથે જોડાયેલા દસ્તાવેજો આપવાની માગ કરી હતી. 24 માર્ચે કોર્ટે EDની તરફથી દાખલ ચાર્જશીટ પર સંજ્ઞાન લેતા બધા આરોપીઓને નોટીસ આપી હતી. કોર્ટે મની લોન્ડ્રીગ એક્ટની કલમ 3 અને 70ના હેઠળ દાખલ ચાર્જશીટ પર સંજ્ઞાન લીધું હતું.
આ કેસમાં CBIએ 15 મે 2017એ FIR દાખલ કરી હતી. તે બાદEDએ 18 મે 2017માં FIR દાખલ કરી હતી. CBIએ ઈન્ડીય પીનલ કોડની ધારા 120B, 420 અને ભ્રષ્ટાચાર નિરોધક કાનૂનની કલમ 8,12(2) અને 13 (1)(D)ની હેઠળ આરોપ લગાવ્યા હતા. આ FIR INX મીડિયાની નિદેશક ઈન્દ્રાણી મુખર્જી અને ચીફ ઓપરેટીંગ ઓફિસર પીટર મુખર્જીની ફરીયાદ પર કરવામાં આવી હતી.
આ પણ વાંચો :સપ્તાહના પ્રથમ દિવસે જ Share Marketની મજબૂત શરૂઆત, નિફ્ટી 17,300ને પાર
કાર્તિ ચિદમ્બરમ પર આરોપ છે કે, તેમણે ફોરેન ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ પાસે અનુમતી અપાવવા માટે INX મીડિયા પાસેથી પૈસા વસુલ્યા હતા.