ફરિદાબાદ: હિન્દુ ધર્મમાં ગાયને એક પવિત્ર માતાનો દરજ્જો દેવામાં આવ્યો છે. એક એવી માન્યતા છે કે, ગાયમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે. તેથી ઘણા લોકો ગાયને ખુશ રાખવા માટે ગૌસેવા કરે છે. આપણા દેશમાં પ્રાચીન સમયથી ગૌસેવા થાય છે. પરિવારમાં જ્યારે પણ રોટલી બને છે તો પહેલી રોટલી ગાય માટે કાઢવામાં આવે છે. તેમ છતાં દેશમાં મોટી સંખ્યામાં ગાય રસ્તા પર ખાવાનું શોધતી નજરે ચડે છે. ચારાની અછત (Scarcity of Grass) ને કારણે ગાય રસ્તા પરનો પ્લાસ્ટિકનો કચરો (Plastic Waste) અને અન્ય વસ્તુઓ ખાય જાય છે. પણ હરિયાણા રાજ્યના ફરીદાબાદમાં એક વ્યક્તિએ ગાયના ચારા માટે રોટી બેંક (Roti Bank for Caw) શરૂ કરી છે. જે સમગ્ર પ્રાંતમાં રંગ લાવી રહી છે.આ વ્યક્તિનું નામ સચીન શર્મા (Sachin Sharma) છે. તે કુલ 51 રિક્ષાઓમાં જુદા જુદા એરિયામાં ફરીને ગાય માટે ખાવાનું ભેગું કરે છે.
આ પણ વાંચો:રામમંદિર શિલાન્યાસ: ગુજરાતમાંથી 5 સાધુસંત હાજર રહેશે
આ રીતે થઈ શરૂઆત: આ ખાવાનું પછી રસ્તે રખડતી ગાયને ખવડાવવામાં આવે છે. સચીન શર્મા કહે છે કે,આ રોટી બેંકની શરૂઆત વર્ષ 2014માં થઈ હતી. પિતા સોમ પ્રકાશના નામ પર એક ટ્રસ્ટ શરૂ કરવામાં આવ્યું હતું. આ ટ્રસ્ટમાં અત્યારે અનેક લોકો નિસ્વાર્થ સેવા કરી રહ્યા છે. આ સંસ્થામાં જોડાનારા લોકો ગાય માટે જમવાનું એકઠું કરવાનું કામ કરે છે. ઘણા ફોનથી રિક્ષા ચાલકોને પોતાને ત્યાં બોલાવે છે. જેમનો હેતું માત્ર ગૌમાતાને જમવાનું પહોંચાડવાનો છે. શર્મા કહે છે કે, વર્ષ 2014માં પોતાના મિત્રો પાસેથી પૈસા ઉછીના લઈને બે રિક્ષા ખરીદી હતી. આ માટે બે વ્યક્તિઓને પણ નોકરીમાં રાખ્યા હતા. સવારે અને સાંજે આ રિક્ષા ઘરે ઘરે જઈને જમવાનું ભેગું કરવાનું કામ કરે છે. છેલ્લા આઠ વર્ષોમાં ગાય માટે જમવાનું એકઠું કરતી રિક્ષાની સંખ્યા 51 સુધી પહોંચી ગઈ છે. આ માટે કેટલાક લોકોને પણ નોકરી પર રાખવામાં આવ્યા છે. જે શહેરના જુદા જુદા વિસ્તારોમાં જઈને ગાય માટે જમવાનું ભેગું કરે છે.
આ પણ વાંચો:સહારનપુરઃ જાણો, શિવાલય સુધી યુવાનો કેવી રીતે લાવે છે ડાક કાવડ
ઝુંબેશમાં 60 ટકા મહિલાઓ: જ્યારે અભિયાન શરૂ કર્યું ત્યારે કેટલાક લોકો જ આ અભિયાન સાથે જોડાયેલા હતા. ધીમે ધીમે આ ઝુંબેશ સાથે બીજા પણ કેટલાક લોકો જોડાયા ગયા. પછી આ ઝુંબેશ ફરિદાબાદમાં રંગ લાવી, એક પછી એક માણસો આ ઝુંબેશમાં જોડાતા ગયા. આ ઉપરાંત કેટલુંક ડોનેશન પણ મળતું ગયું. અત્યારે હજારોની સંખ્યામાં આ ઝુંબેશ સાથે લોકો જોડાઈ ગયા છે. જેમાંથી 60 ટકા મહિલાઓ છે. જે ઘરમાં વધેલું કે બચેલું જમવાનું ગાય સુધી પહોંચાડે છે. સૌથી ખાસ વાત એ છે કે, દાનમાં મળેલા પૈસાથી અહીં રિક્ષા ચાલકોનો પગાર થાય છે. સમગ્ર ફરિદાબાદમાં આશરે 25000થી વધું લોકો આ ઝુંબેશ સાથે જોડાયેલા છે.