રોહિત શર્મા અને વિરાટ કોહલી દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે વનડે અને ટી-20માંથી થયા બહાર
BCCIએ દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. આફ્રિકા પ્રવાસ પર ટી-20 અને વનડેમાં નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. ત્રણેય ફોર્મેટ માટે અલગ-અલગ કેપ્ટનોની નિમણૂક કરવામાં આવી છે. સંપૂર્ણ સમાચાર વાંચો...
નવી દિલ્હીઃભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સાથે 5 મેચની સિરીઝ બાદ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જઈ રહી છે. BCCIએ આ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. આ નવી ટીમમાં વિરાટ કોહલી અને રોહિત શર્માને ODI અને T-20માં આરામ આપવામાં આવ્યો છે. જો કે બંને ખેલાડીઓ ટેસ્ટ રમતા જોવા મળશે.
ભારતીય ટીમને મળ્યા ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન : એક રિપોર્ટ અનુસાર રોહિત શર્મા T-20 મેચ માટે કેપ્ટન બનવા જઈ રહ્યો હતો. પરંતુ BCCIની જાહેરાત બાદ રોહિત શર્મા T-20 મેચ નહીં રમે. આફ્રિકા સામેની ટી-20 મેચમાં સૂર્યકુમાર યાદવ કેપ્ટન રહેશે. જ્યારે કેએલ રાહુલને વનડે મેચ માટે કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રોહિત શર્મા સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ મેચમાં કેપ્ટનશિપ કરતો જોવા મળશે.
આ ખેલાડીઓને મળી તક : ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર ત્રણ ટી-20, ત્રણ વનડે અને બે ટેસ્ટ મેચ રમશે. સંજુ સેમસન અને રજત પાટીદારને પણ ODI માટે ટીમમાં પસંદ કરવામાં આવશે. રોહિત શર્માની ગેરહાજરીમાં કેએલ રાહુલ વનડેમાં ભારતીય ટીમની કમાન સંભાળશે. જ્યારે મોહમ્મદ શમીનું રમવું તેની ઈજા પર નિર્ભર છે. BCCI અનુસાર, જો શમી સ્વસ્થ થઈ જશે તો તે ટેસ્ટ મેચ રમશે.
આ ખેલાડીઓને વાઇસ કેપ્ટન બનાવાયા : જસપ્રીત બુમરાહને ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રવિન્દ્ર જાડેજાને વનડે ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. મોહમ્મદ સિરાજ વનડે અને ટેસ્ટ બંને ટીમનો ભાગ છે.