લેસ્ટર: ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા (Indian Captain Rohit Sharma Corona Positive) 1 જુલાઈથી એજબેસ્ટન, બર્મિંગહામ ખાતે ઈંગ્લેન્ડ સામેની પાંચ દિવસીય ટેસ્ટ મેચ પહેલા કોવિડ-19થી સંક્રમિત જોવા મળ્યા છે. એક ટ્વિટમાં, BCCIએ કહ્યું કે, કેપ્ટન હાલમાં ટીમ હોટલમાં ક્વોરેન્ટાઇન છે, જ્યાં તે ડોકટરોની દેખરેખ હેઠળ છે.
આ પણ વાંચો:1983 World Cup : આજના દિવસે, ભારતે વર્લ્ડ કપનો પ્રથમ ખિતાબ પોતાને નામ કર્યો હતો
રોહિત શર્મા થયાકોરોના પોઝિટિવ : BCCIએ આજે (રવિવારે) પુષ્ટિ કરી છે કે, રોહિત શર્માએ શનિવારે કોવિડનો રેપિડ એન્ટિજેન ટેસ્ટ (RAT) કરાવ્યો હતો, જેમાં તે સંક્રમિત જોવા મળ્યા હતા. રોહિતે અપટોનસ્ટીલ કાઉન્ટી ગ્રાઉન્ડ ખાતે લેસ્ટરશાયર XI સામે ભારતની પ્રેક્ટિસ મેચમાં ભાગ લીધો હતો, જેમાં 35 વર્ષીય ખેલાડીએ ગુરુવારે મેચની શરૂઆતની ઇનિંગમાં 25 રન બનાવ્યા હતા.
BCCIએ ટ્વીટ કરીને જાણકારી આપી :ભારતની બીજી ઇનિંગ દરમિયાન રોહિત ત્યાં ન હતો, પરંતુ BCCI એ પણ પુષ્ટિ કરી છે કે, કેપ્ટનની તબિયત સારી નથી, જેના કારણે તેને કોવિડ ટેસ્ટ કરાવવાનો સંકેત મળ્યા હતા. BCCIએ પણ આજે (રવિવારે) ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી.
આ પણ વાંચો:Archery World Cup Stage 3 : કમ્પાઉન્ડ જોડી ફાઇનલમાં પહોંચી, ભારત માટે બીજા મેડલની પુષ્ટિ