ગુજરાત

gujarat

ETV Bharat / bharat

IPL 2022: સતત ત્રણ હારના કારણે MIનો કેપ્ટન થયો નિરાશ

મુંબઈ ઈન્ડિયન્સે સતત ત્રણ મેચ હારી (Mumbai Indians) છે. ટીમે હજુ (IPL 2022) સુધી ખાતું ખોલ્યું નથી. બુધવારે ટીમને કોલકાતા નાઈટ રાઈડર્સે (Kolkata Knight Riders) હાર આપી હતી. પેટ કમિન્સે માત્ર 15 બોલમાં 56 રન બનાવીને પોતાની ટીમને જીત અપાવી હતી. તેણે પોતાની અડધી સદી 14 બોલમાં પૂરી કરી હતી. તે IPLમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર ખેલાડી બન્યો હતો, તેણે કેએલ રાહુલના રેકોર્ડની બરાબરી કરી.

IPL 2022: હારની હેટ્રિક લેનાર MIનો કેપ્ટન ટીમથી થયો નિરાશ
IPL 2022: હારની હેટ્રિક લેનાર MIનો કેપ્ટન ટીમથી થયો નિરાશ

By

Published : Apr 7, 2022, 6:18 PM IST

મુંબઈ:મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ (IPL 2022) બુધવારે કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચ બાદ ટીમના ખરાબ પ્રદર્શન પર નિરાશા વ્યક્ત કરી છે. ત્યારે તેણે કહ્યું કે, ટીમે યોગ્ય રીતે બેટિંગ અને બોલિંગ (Mumbai Indians) કરી ન હતી, જેના કારણે અમે આ ત્રીજી મેચ પણ હારી ગયા. IPL 2022માં મુંબઈ ઈન્ડિયન્સની આ સતત ત્રીજી (rohit sharma disappointed with teams) હાર છે. વેંકટેશ ઐયરની અડધી સદી અને પેટ કમિન્સની 14 બોલમાં અડધી સદીની (Kolkata Knight Riders) મદદથી KKRએ મુંબઈ સામેની મેચ જીતી હતી.

આ પણ વાંચો:IPL 2022, 14th Match : 14 ઓવરમાં KKRનો સ્કોર 5 વિકેટ પર 111 રન

ટીમના બેટ્સમેનોની પ્રશંસા: શર્માએ કહ્યું કે, અમને પેટ કમિન્સ આ રીતે રમશે તેવી અપેક્ષા નહોતી, તેથી અમે તેને આ જીતનો શ્રેય આપીએ છીએ. જેમ જેમ રમત આગળ વધતી ગઈ તેમ તેમ પીચ બેટિંગ માટે વધુ સારી થતી ગઈ. જોકે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટને છેલ્લી પાંચ ઓવરમાં 76 રન બનાવવા બદલ ટીમના બેટ્સમેનોની પ્રશંસા કરી હતી. સૂર્યકુમાર યાદવની અડધી સદી અને તિલક વર્માના અણનમ 38 અને કિરોન પોલાર્ડના પાંચ બોલમાં 22 રનની મદદથી ટીમને 150નો આંકડો પાર કરવામાં મદદ મળી હતી.

મેચ 16મી ઓવરમાં સમાપ્ત: એકંદરે તે સારી પિચ હતી, અમે બેટિંગમાં સારી શરૂઆત કરી ન હતી, પરંતુ ખેલાડીઓએ છેલ્લી 4-5 ઓવરમાં જે રીતે રન બનાવ્યા તે પ્રશંસનીય છે. પરંતુ જો તેઓ શરૂઆતમાં આક્રમકતા બતાવે તો અમે મેચ જીતવાની આશા રાખી શકીએ. સુકાનીએ એમ પણ કહ્યું કે, અમે યોજના મુજબ બોલિંગ કરી ન હતી. કમિન્સની શાનદાર બેટિંગના કારણે મેચ 16મી ઓવરમાં સમાપ્ત થઈ હતી.

ટીમ યોજના મુજબ આગળ વધવામાં નિષ્ફળ: મુખ્ય કોચ મહેલા જયવર્દનેએ મેચ બાદ કહ્યું કે, અમે જાણીએ છીએ કે કેવી રીતે MIએ બેટિંગ ઇનિંગની છેલ્લી કેટલીક ઓવરોમાં મહત્તમ વિકેટો મેળવવા માટે સારી યોજના બનાવી હતી, પરંતુ ટીમ આ યોજના મુજબ આગળ વધવામાં નિષ્ફળ રહી.

આ પણ વાંચો:IPL Points Tabel : KKRએ MI ને કારમી હાર આપ્યા બાદ શું છે પોઈન્ટ ટેબલની સ્થિતિ...

સતત ત્રણ હારનો સામનો: ટીમને સતત ત્રણ હારનો સામનો કરવો પડ્યો છે અને અમે ઈચ્છીએ છીએ કે, ટીમ જલ્દી જ પ્રથમ વિજય મેળવે. જો આપણે પહેલી જીત મેળવીએ તો ટીમ આવનારી તમામ મેચોમાં પોતાની જીત જાળવી રાખી શકે છે. ત્યારે તેણે આગળ કહ્યું કે, તિલક જેવા યુવા ખેલાડી ટીમમાં શાનદાર ફોર્મમાં દેખાયા હતા અને બ્રેવિસે તેની ડેબ્યૂ મેચમાં સારું પ્રદર્શન કર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details