ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Rohit Sharma: રોહિત શર્માએ ઘરઆંગણે જ બનાવ્યો ખાસ રેકોર્ડ - T20 અને ODI સિરીઝ

ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામે રમાયેલી ડોમેસ્ટિક T20 અને ODI સિરીઝમાં (T20 and ODI series) 2-1 અને 3-0થી જીત મેળવી હતી. આ ઉપરાંત ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ આ શ્રીલંકા સામેની વનડે શ્રેણીમાં રમતા કેટલાક ખાસ રેકોર્ડ (Rohit Sharma 7000 international runs) પોતાના નામે કર્યા છે. આ સાથે રોહિત આ રેકોર્ડ બનાવનાર છઠ્ઠો ભારતીય બેટ્સમેન બની ગયો છે.

Rohit Sharma: રોહિત શર્માએ ઘરઆંગણે જ બનાવ્યો ખાસ રેકોર્ડ
Rohit Sharma: રોહિત શર્માએ ઘરઆંગણે જ બનાવ્યો ખાસ રેકોર્ડ

By

Published : Jan 17, 2023, 7:00 PM IST

નવી દિલ્હી:ભારતીય ટીમનો વર્તમાન કેપ્ટન રોહિત શર્મા શ્રીલંકા સામે રમાયેલી ત્રણ મેચની વનડે શ્રેણીમાં સારી લયમાં જોવા મળ્યો હતો. રોહિતે પ્રથમ વનડેમાં 67 બોલમાં 83 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં તેણે 9 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. આ પછી રોહિત સિરીઝની બીજી મેચમાં થોડો વહેલો પેવેલિયન પરત ફર્યો હતો અને ત્રીજી મેચમાં તેણે 42 રન બનાવ્યા હતા. જોકે રોહિત તેની ફિફ્ટી ચૂકી ગયો હતો. આ સિરીઝમાં રમતા તેણે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો.

આ પણ વાંચો:ICC અંડર19 મહિલા T20 વર્લ્ડ કપ 2023 UAE VS India

ઘરઆંગણે પોતાના 7000 રન પૂરા કર્યા: ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામે રમાયેલી ડોમેસ્ટિક T20 અને ODI સિરીઝમાં 2-1 અને 3-0થી જીત મેળવી હતી. આ મેચોમાં કેપ્ટન રોહિત શર્માએ પણ પોતાની બેટિંગ કુશળતા દેખાડી હતી. શ્રીલંકા સામેની વનડે શ્રેણીમાં કુલ 142 રન સાથે રોહિતે ઘરઆંગણે પોતાના 7000 રન પૂરા કરી લીધા છે. આ સાથે રોહિત શર્મા આવું કરનાર છઠ્ઠો ભારતીય બેટ્સમેન બની ગયો છે. તે જ સમયે, પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની 7401 રન સાથે આ મામલે પાંચમાં નંબર પર છે. રોહિત આ વર્ષે ધોનીનો આ રેકોર્ડ સરળતાથી તોડી શકે છે.

આ પણ વાંચો:3rd ODI: વિરાટ કોહલીએ મેન ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ સિરીઝનો ખિતાબ જીત્યો

રોહિતે તોડ્યો ડી વિલિયર્સનો રેકોર્ડ: રોહિત શર્મા ODI ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે 17માં નંબર પર આવી ગયો છે. શ્રીલંકા સામેની વનડે શ્રેણી પહેલા રોહિત 18માં નંબર પર હતો, પરંતુ હવે તેણે એબી ડી વિલિયર્સને પાછળ છોડીને આ સ્થાન હાંસલ કર્યું છે. ડી વિલિયર્સે પોતાના કરિયરમાં લગભગ 9577 રન બનાવ્યા હતા. તે જ સમયે, હવે રોહિત શર્માએ 9596 રન બનાવ્યા છે. વીરેન્દ્ર સેહવાગે પોતાના કરિયરમાં ઘરઆંગણે 7691 રન, રાહુલ દ્રવિડે 9004 રન, વિરાટ કોહલીએ 10532 રન અને સચિન તેંડુલકરે 14192 રન બનાવ્યા છે. સચિન તેંડુલકર આ યાદીમાં સૌથી વધુ રન સાથે નંબર વન સ્થાન પર છે.

ABOUT THE AUTHOR

...view details