નવી દિલ્હી: જાન્યુઆરીમાં દક્ષિણ આફ્રિકા સામે ભારતની ટેસ્ટ(India test series) શ્રેણીની હાર બાદ વિરાટ કોહલીએ કેપ્ટનસી છોડી હતી. વિરાટ પછી આ જવાબદારી 34 વર્ષીય રોહિત શર્માને સોંપવામાં આવી છે(ROHIT SHARMA APPOINTED TEST CAPTAIN). જીત સાથે શ્રેણીની શરૂઆત કરવા છતાં, ભારતે પ્રોટીઝ સામે ત્રણ મેચની શ્રેણી 2-1થી ગુમાવી હતી.
ટીમ માટે રોહિત મહત્વનું અંગ ગણાય છે
1 માર્ચથી શરૂ થનારી શ્રીલંકા સામેની બે મેચની હોમ ટેસ્ટ શ્રેણીથી રોહિત શર્મા ટેસ્ટ કેપ્ટન તરીકે કાર્યભાર સંભાળશે. રોહિત વર્ષોથી ટેસ્ટ ટીમનો મહત્વનો ખેલાડી રહ્યો છે, તેમજ તે ઓપનિંગ પણ રમવા માટે આવે છે. જે ટીમનો એક મહત્વ પૂર્ણ અંગ પણ ગણાય છે.
આ પણ વાંચો :IND vs WI : ભારતે વેસ્ટ ઈન્ડિઝને આઠ રનથી હરાવ્યું, અંતિમ ટી-20 મેચ ઈડન ગાર્ડન્સમાં રમાશે
રોહિતની ટેસ્ટ કરિયર પર એક નજર
ટેસ્ટ કેપ્ટનશીપ માટે ભારત પાસે અન્ય યુવા વિકલ્પો જેમ કે કે.એલ. રાહુલ, જસપ્રિત બુમરાહ અને ઋષભ પંતનો વિચાર કરવા છતાં પસંદગીકારોએ સ્ટોપ-ગેપ વિકલ્પ તરીકે રોહિતના અનુભવ સાથે તેને કેપ્ટન બનાવ્યો. રોહિતે અત્યાર સુધી 43 ટેસ્ટ મેચમાં 46.87ની એવરેજથી 3047 રન બનાવ્યા છે. તેણે ઇનિંગ્સની શરૂઆત કરી ત્યારથી આમાંથી લગભગ 50 ટકા રન આવ્યા છે, તે પણ 58.48ની સારી એવરેજથી. ટેસ્ટમાં તેના નામે પહેલેથી જ 08 સદી અને 14 અર્ધસદી છે અને આવનારા સમયમાં આ સંખ્યા વધવાની અપેક્ષા છે.
આ પણ વાંચો :IND vs WI 1st T20 : ભારતે વેસ્ટ ઇન્ડિઝને 6 વિકેટે પછાડ્યું