મુંબઈ: ભારતની વર્લ્ડકપ વિજેતા ટીમના સભ્ય રહેલા રોજર બિન્ની (BCCI President Roger Binny) મંગળવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના 36મા પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. તે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીનું સ્થાન લેશે. બીસીસીઆઈની વાર્ષિક સામાન્ય સભા (AGM)માં બિન્ની બિનહરીફ (new bcci chief, Roger Binny) ચૂંટાયા હતા. જય શાહ સતત બીજી ટર્મ માટે ફરીથી સેક્રેટરી તરીકે ચૂંટાયા હતા. રોજર બિન્ની ભારતના પ્રથમ એંગ્લો-ઈન્ડિયન ક્રિકેટર છે. રોજર બિન્ની મૂળ સ્કોટલેન્ડના છે, ત્યારબાદ તેમનો પરિવાર ભારતમાં સ્થાયી થયો.
1983ના વર્લ્ડકપ જીતવામાં મોટું યોગદાન: બિન્નીએ (BCCI President Roger Binny) 1983ના વર્લ્ડકપમાં કપિલ દેવની કપ્તાનીમાં રમતી વખતે યાદગાર પ્રદર્શન કર્યું હતું. રોજર બિન્ની 1983ના વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતા. તેણે ટૂર્નામેન્ટમાં આઠ મેચમાં કુલ 18 વિકેટ લીધી હતી. તે ટુર્નામેન્ટમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ઓસ્ટ્રેલિયા સામે 29 રનમાં ચાર વિકેટનું હતું. આ તેની ODI કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન પણ છે. રોજરે કોચ તરીકે 2000માં ભારત માટે અંડર-19 વર્લ્ડ કપ પણ જીત્યો હતો. રોજર બિન્ની વર્ષ 2000માં ભારતીય અંડર-19 ટીમના કોચ પણ હતા. ત્યારબાદ તેમની દેખરેખમાં ટીમ ઈન્ડિયાએ અંડર-19 વર્લ્ડ કપ જીત્યો. મોહમ્મદ કૈફની કપ્તાની અને રોજર બિન્નીના કોચિંગ હેઠળ ભારતીય ટીમે વર્લ્ડ કપ જીત્યો હતો. તે ટીમમાં યુવરાજ સિંહ અને વેણુગોપાલ રાવ જેવા ક્રિકેટર પણ રમ્યા હતા.