- જયપુરના યુવાને ROBO Xena 5.0 બનાવ્યો
- આ રોબોટ ડિફેન્સથી રેસ્ક્યૂ સુધી મદદરૂપ થશે
- રોબોટમાં કેમેરા અને ફાયર મોનિટર પણ ઉમેરી શકાય
જયપુર, રાજસ્થાન : જીવનને સરળ બનાવવામાં મશીન મદદરૂપ સાબિત થાય છે. અત્યારે મશીનના રૂપમાં રોબોટિક ટેક્નોલોજી છે. જયપુરના એક યુવકે એક એવો રોબોટ તૈયાર કર્યો છે જે ડિફેન્સ, રેસ્ક્યૂ, ફાયર ફાઇટિંગથી લઈને કૃષિ કાર્યમાં મદદરૂપ સાબિત થઈ શકે છે.
મલ્ટી પર્પઝ રોબોટનું નામ Xena 5.0
આ રોબોટ લગભગ કોઈપણ પ્રકારની સપાટી પર ચાલી શકે છે. આ મલ્ટી પર્પઝ રોબોટનું નામ Xena 5.0 છે. તેને બનાવનાર ભુવનેશ મિશ્રાએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું કે, તેણે મેક ઈન ઈન્ડિયાના કોન્સેપ્ટ પર મલ્ટી યુટિલિટી રોબોટ બનાવ્યો છે. જે સંરક્ષણમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તેમાં કોઈપણ પ્રકારના હથિયારો લગાવી શકાય છે. તે બોમ્બને ડિફ્યુઝ કરવામાં પણ અસરકારક છે.
રેસ્ક્યૂમાં પણ મદદરૂપ થશે
આ રોબોટ ડિઝાસ્ટર કંટ્રોલ દરમિયાન રેસ્ક્યૂમાં પણ મદદરૂપ સાબિત થઈ શકશે. બીજી તરફ સાંકડી શેરીઓ ધરાવતા શહેરમાં આગ લાગવાની ઘટનામાં તે ફાયર ફાઈટર તરીકે વરદાન સાબિત થઈ શકે છે. આ ઉપરાંત તેને ખેતીના હેતુ માટે પણ તૈયાર કરવામાં આવ્યું છે. Xena 5.0 ના યુએસપી વિશે વાત કરીએ તો, તે કોઈપણ સપાટી પર કામ કરી શકે છે. આ રોબોટ 30 સેમી સુધીની ઊંચાઈ સુધી પણ ચઢી શકે છે અને લગભગ 250 કિલો વજન ઉપાડી શકે છે.
SUV વાહનને ખેંચી શકે છે