- નવજોત સિંહ સિદ્ધુ અધ્યક્ષ બન્યા બાદ કાર્યકર્તાઓ સાથે મુલાકાત
- સિદ્ધુ સમર્થકો અને ધારાસભ્યો સાથે સુવર્ણ મંદિર પહોંચ્યા
- સમર્થનમાં 62 ધારાસભ્યો, સિદ્ધુએ કર્યો દાવો
અમૃતસર ( પંજાબ ) :નવજોત સિંહ સિદ્ધુ ( Navjot Singh Sidhu ) ને પંજાબ કોંગ્રેસ(Congress)ના અધ્યક્ષ બનાવ્યા બાદ તે દરરોજ પોતાના સમર્થકોને મળી રહ્યા છે. 2022માં યોજાનારી પંજાબ વિધાનસભા ચૂંટણી (Punjab Assembly Elections) ને લઈને રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:હું કોઈ ચૂંટણીનો શોપીસ નથી : સિદ્ધુ
ધારાસભ્યો સાથે સુવર્ણ મંદિરની મુલાકાત
નવનિયુક્ત અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ અમૃતસરના પ્રવાસે હતા, આ દરમિયાન તેમણે સુવર્ણ મંદિરની પણ મુલાકાત લીધી હતી. પંજાબ કોંગ્રેસમાં રાજકીય યુદ્ધ પૂર્ણ થવાનું નામ નથી લઈ રહ્યું, ત્યારે સૂત્રોના જણાવ્યા મુજબ નવજોત સિંહ સિદ્ધુ કોઈપણ સંજોગોમાં જાહેરમાં કેપ્ટન અમરિંદર સિંહની માફી માંગશે નહીં. તે જ સમયે, કેપ્ટન અમરિંદર સિંહ ઇચ્છે છે કે, સિદ્ધુ જાહેરમાં તેમની પાસે માફી માંગે.
આ પણ વાંચો:નવજોત સિંહ સિદ્ધુએ કોંગ્રેસ હાઈકમાન સાથે કરી મુલાકાત, પંજાબની પ્રગતિનો રોડમેપ શેર કર્યો
સિદ્ધુનો દાવો, 60 ધારાસભ્યનું સમર્થન
પંજાબ કોંગ્રેસના નવા અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ દાવો કર્યો છે કે, તેના સમર્થનમાં 62 ધારાસભ્યો છે. ઉલ્લેખનીય છે કે, પંજાબ કોંગ્રેસના ધારાસભ્યોની કુલ સંખ્યા 80 છે. સિદ્ધુએ ધારાસભ્યો સાથે અમૃતસરના સુવર્ણ મંદિરની પણ મુલાકાત લીધી હતી. ગત દિવસે મંગળવાર સિદ્ધુ અમૃતસર પહોંચ્યા હતા, જ્યાં તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. નવજોતસિંહ સિદ્ધુની બુધવારના રોજ વાલ્મીકી મંદિરની મુલાકાત લેવાની પણ યોજના છે.