કર્ણાટક: શિવમોગામાં રવિવારે (Road accident) વહેલી સવારે એક ટ્રક સાથે અથડાતા ત્રણ એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓના મોત થયા (Three engineering Students died in Shivamogga ) હતા અને અન્ય એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.આ ઘટના સવારે 5 વાગ્યે બની હતી જ્યારે કાર અન્ય વાહનને ઓવરટેક કરતી વખતે એક ટ્રક સાથે અથડાઈ હતી. 20-21 વર્ષની વયજૂથના કારમાં સવાર લોકો શિવમોગાથી દાવણગેરે પરત જઈ રહ્યા હતા.
માર્ગ અકસ્માતમાં એન્જિનિયરિંગના ત્રણ વિદ્યાર્થીઓના મોત, એક ઇજાગ્રસ્ત - karanataka Road accident news
કર્ણાટકના શિવમોગામાં(Road accident) રવિવારે વહેલી સવારે એક ટ્રક સાથે અથડાતા ત્રણ એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓના મોત થયા(Three engineering Students died in Shivamogga) હતા અને અન્ય એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો
માર્ગ અકસ્માતમાં એન્જિનિયરિંગના ત્રણ વિદ્યાર્થીઓના મોત, એક ઇજાગ્રસ્ત
ખાનગી એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ:મૃતકોની ઓળખ કાર્તિક, વિવેક અને મોહન તરીકે થઈ છે. તમામ દાવનગરની ખાનગી એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરે છે ગંભીર રીતે ઇજાગ્રસ્ત રૂદ્રેશની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ટ્રક ચાલક ફરાર છે. શિવમોગા ગ્રામીણ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલુ છે.