ચિત્તૂર: આંધ્રપ્રદેશમાં લોકો અને હાથી વારંવાર સામસામે આવી જતા હોય છે. આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લાના પલામાનેરુ મંડલમાં એક માર્ગ અકસ્માતમાં ત્રણ હાથીઓના મોત થયા છે. જાણવામાં આવી રહ્યું છે કે, એક ટ્રકે આ હાથીઓને ક્રૂરતાથી કચડી નાખ્યા હતા. અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે, ચિત્તૂર જિલ્લામાં એક ટ્રકની ટક્કરથી ત્રણ હાથીના બચ્ચાના મોત થયા હતા.
ગોઝારો અકસ્માત:સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ચિત્તૂર પલામાનેરુ નેશનલ હાઈવે પર જગામરલા ક્રોસ પર ત્રણ હાથી રોડ ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે એક ટ્રકે તેમને ટક્કર મારી હતી. અકસ્માતની માહિતી મળતા જ વન વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે આ મામલે તપાસ શરૂ કરી છે. ગ્રામજનોની માહિતી પરથી તેમણે કહ્યું કે, રસ્તો ક્રોસ કરતી વખતે આ ત્રણ હાથીઓ એક ટ્રક સાથે અથડાયા હતા.
ટ્રક ચાલકની બેદરકારી: અધિકારીઓએ જણાવ્યું હતું કે, ટ્રક ચાલકની બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગને કારણે આ ઘટના બની હતી. ટ્રક જપ્ત કરવામાં આવી છે અને ટ્રક ચાલક હાલમાં ફરાર છે. પ્રાથમિક તપાસ પૂર્ણ થયા બાદ આ મામલે સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવશે. ટ્રક ચાલક વિરુદ્ધ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવશે.
આંખે દેખ્યો અહેવાલ: સ્થાનિક લોકોએ જણાવ્યું કે, આ ઘટના બુધવારે રાત્રે લગભગ 10 વાગ્યાની આસપાસ બની હતી. પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રકની ટક્કરથી એક હાથીને પીઠમાં ગંભીર ઈજા થઈ અને તે રસ્તા પરથી પડી ગયો. જ્યારે અન્ય હાથીનું ટ્રક નીચે કચડાઈ જવાથી મોત થયું હતું. ત્રીજો હાથી ટ્રક સાથે અથડાઈને રોડની બાજુની રેલિંગ સાથે અથડાઈ ગયો. અથડામણ બાદ તેને પણ ગંભીર ઈજાઓ થઈ હતી. જેના કારણે તેનું મોત થયું હતું.
અનેકવાર થયા અકસ્માત: તામિલનાડુ અને કર્ણાટકથી ફળો લઈને આવતા વાહનો ખૂબ જ ઝડપથી આગળ વધે છે. જો કે તેમનો હેતુ ફળોને વહેલી તકે બજારમાં પહોંચાડવાનો છે. પરંતુ રસ્તાની વાડનું બાંધકામ પૂર્ણ ન થવાના કારણે અનેકવાર વન્ય પ્રાણીઓ તેમની ચપેટમાં આવી જાય છે.
- Andhra Pradesh Accident: ગુંટુર જિલ્લામાં ટ્રેક્ટર કેનાલમાં પલટી જતાં સાતના મોત
- Horrific Road Accident: ઋષભ પંતની કાર અકસ્માતના સ્થળે વધુ એક હચમચાવી નાખે તેવો અકસ્માત