રાજસ્થાન પાલી જિલ્લાના સુમેરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રામદેવરા જઈ રહેલા ગુજરાતી જાત્રુઓથી ભરેલી ટ્રેક્ટર ટ્રોલી અને ટ્રેલર એકબીજા સાથે (Pali Road Accident) અથડાયા હતા. અકસ્માતમાં 4 ગુજરાતીઓના ઘટનાસ્થળે જ મોત (4 Gujaratis died on the spot in the accident) થયા હતા. જ્યારે 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
આ પણ વાંચોRetired army man Fired સુરતના વાવ ગામે નિવૃત આર્મી મેને પુત્ર પર કર્યું ફાયરિંગ શી હતી તકરાર જાણો
અકસ્માતમાં 4 ગુજરાતીઓના થયા મોતપાલી જિલ્લાના સુમેરપુર પોલીસ સ્ટેશન વિસ્તારના પાલડી જોડ પાસે નેશનલ હાઈવે પર ટ્રેક્ટર ટ્રોલી અને ટ્રેલર એકબીજા સાથે (Pali Road Accident) અથડાયા હતા. આ અકસ્માતમાં 4 ગુજરાતીઓના મોત થયા છે, જ્યારે 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે, અકસ્માતમાં ટ્રેક્ટર-ટ્રોલીના ફુરચા ઉડી ગયા હતા. અકસ્માતમાં ટ્રોલીમાં સવાર લોકો પણ રોડ પર કૂદી પડ્યા હતા. અકસ્માતની જાણ થતાં સુમેરપુર શિવગંજ સ્ટેશન પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે ઈજાગ્રસ્તોને સુમેરપુર અને શિવગંજ સહિત અન્ય હોસ્પિટલમાં દાખલ કર્યા છે.
રાજસ્થાનમાં ભયાનક માર્ગ અકસ્માતએવું કહેવામાં આવી રહ્યું છે કે, ગુજરાતથી જાત્રુઓ ટ્રેક્ટર ટ્રોલીમાં બાબા રામદેવના દર્શન કરવા રામદેવરા જઈ રહ્યા (Devotees from Gujarat died in Rajasthan) હતા. પાલડી જોડ નજીક નેશનલ હાઈવે પર એક ટ્રોલી ટ્રેક્ટરને ટક્કર (Pali Road Accident) મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે. ટ્રોલીમાં સવાર તમામ લોકો કૂદીને રોડ પર પડ્યા હતા, જેમાં 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે 20 થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા. સાથે જ ત્રણ લોકોના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા.