ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Road Accident in Rajasthan: દિલ્હીથી આરોપીને લઈને આવતા ગુજરાત પોલીસના જવાનોને નડ્યો અકસ્માત, 4 પોલીસકર્મી સહિત આરોપીનું મોત - અશોક ગેહલોત અકસ્માત અંગે ટ્વિટ

રાજસ્થાનમાં જયપુર જિલ્લાના શાહપુરામાં અકસ્માત (Road Accident in Rajasthan) સર્જાયો હતો. આ અકસ્માતમાં ગુજરાતના 4 પોલીસકર્મી અને એક આરોપી સહિત કુલ 5 લોકોના મૃત્યુ (Gujarat policeman killed in Rajasthan) થયા છે. ગુજરાત પોલીસ દિલ્હીથી એક આરોપીને ગુજરાત લાવી રહી હતી. તે સમયે આ અકસ્માત સર્જાયો હતો.

Road Accident in Rajasthan: આરોપીને દિલ્હીથી ગુજરાત લાવતા ગુજરાત પોલીસને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 4 પોલીસકર્મી 1 આરોપીનું મોત
Road Accident in Rajasthan: આરોપીને દિલ્હીથી ગુજરાત લાવતા ગુજરાત પોલીસને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 4 પોલીસકર્મી 1 આરોપીનું મોત

By

Published : Feb 15, 2022, 9:58 AM IST

Updated : Feb 15, 2022, 10:23 AM IST

રાજસ્થાનઃ જયપુર જિલ્લાના શાહપુરામાં રોડ અકસ્માત (Road Accident in Rajasthan) સર્જાયો હતો. નેશનલ હાઈવે 48 પાસે આવેલા એક વળાંક પાસે સવારે એક ફોર્ચ્યુનર કારે કાબૂ ગુમાવતા કાર એક ઝાડ સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે, કારમાં સવારે 5 લોકોના ઘટનાસ્થળે જ મોત (Gujarat policeman killed in Rajasthan) થયા હતા.

કાર અકસ્માતમાં ચાર પોલીસકર્મીઓના મોત

આ પણ વાંચો-Accident in Navsari Highway : પૂરઝડપે આવતી કારનું ટાયર ફાટતા કાર ટેમ્પો સાથે અથડાઈ, 19 લોકો થયા ઈજાગ્રસ્ત

ગુજરાત પોલીસ દિલ્હીથી આરોપીને કારમાં લાવી રહી હતી ગુજરાત

આ અંગે મળતી માહિતી અનુસાર, આ કારમાં ગુજરાત પોલીસ દિલ્હીથી એક આરોપીની ધરપકડ કરીને તેને કારમાં ગુજરાત લાવી રહી હતી. તે સમયે કારને રાજસ્થાનમાં અકસ્માત (Road Accident in Rajasthan) નડ્યો હતો, જેના કારણે કારમાં સવાર 4 પોલીસકર્મી અને 1 આરોપી સહિત કુલ 5 લોકોના (Gujarat policeman killed in Rajasthan) મોત થયા હતા. જોકે, પોલીસ જે આરોપીને લઈને આવી રહી હતી. તે ભાવનગરમાં ભરતનગર પોલીસ સ્ટેશનનો આરોપી હતો. તેને ચોરીના આરોપમાં પકડવામાં આવ્યો હતો. આ વાતની પુષ્ટિ ASP સફિન હસને કરી હતી.

આ પણ વાંચો-Accidental Death in Morbi 2022 : મુંબઈથી કચ્છ જતાં પટેલ પરિવારને નડ્યો અકસ્માત, 3નાં મોત

મુખ્યપ્રધાને પોલીસકર્મીઓના મોત પર દુઃખ વ્યક્ત કર્યું

જયપુરના ભાબરૂ વિસ્તારમાં આ અકસ્માત (Road Accident in Rajasthan) થયો હતો. તો આ અકસ્માત અંગે મુખ્યપ્રધાન અશોક ગેહલોતને જાણ થતા તેમણે ટ્વિટ કરી પોલીસકર્મીઓને શ્રદ્ધાંજલિ (Ashok Gehlot tweet on Road Accident) અર્પણ કરી હતી. આ ઉપરાંત કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલે અને ગુજરાતના ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ પણ અકસ્માતમાં મૃત્યુ પામેલા પોલીસકર્મીઓ અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. જોકે, અત્યારે આ પાંચેય મૃતકોના મૃતદેહ શાહપુરાની રાજકીય હોસ્પિટલની મોર્ચરીમાં રાખવામાં આવ્યા છે.

Last Updated : Feb 15, 2022, 10:23 AM IST

ABOUT THE AUTHOR

...view details