- આ દુર્ઘટનામાં 7થી વધુ લોકોના મોત થયા છે
- 9થી વધુ લોકો ગંભીરરીતે ઇજાગ્રસ્ત થયા છે
- છત્તીસગઢના કોડાગામમાં મોટો માર્ગ અકસ્માત થયો છે
કોડાગામ- છત્તીસગઢના કોડાગામમાં મોટો માર્ગ અકસ્માત ( Road Accident in Kondagaon) થયો છે. આ દુર્ઘટનામાં 7થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે 9થી વધુ લોકો ગંભીરરીતે ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તની પ્રાથમિક હોસ્પિટલમાં સારવાર કરવામાં આવે છે. ત્યારબાદ તેમને રાયપુર રિફર કરવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર એક જ પરિવારના 16 લોકો ઓટોમાં બેસીને ઝારખંડથી જગદલપુર તરફ જઇ રહ્યા હતા. આ દરમિયાન આ ઘટના ઘટી હતી. ઉલ્લેખનિય છે કે, આ બધા લોકો એક શોક કાર્યક્રમમાં જઇને પાછા જગદલપુર આવી રહ્યા હતા.
આ ઓટોમાં કેટલીક મહિલાઓ અને બાળકો પણ સામેલ હતા