- રૂદૌલી કોટવાલી પાસે મંગળવારે ભયાનક અકસ્માત સર્જાયો
- પાછળથી હાઇ સ્પીડમાં આવી રહેલા ટ્રેઇલરે ટક્કર મારી હતી
- મૃતકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયા આપવાની જાહેરાત
અયોધ્યા:લખનઉ-ગોરખપુર નેશનલ હાઇવે પર રૂદૌલી કોટવાલી પાસે રોઝા ગામના ફ્લાયઓવર બ્રિજ પર મંગળવારે સવારે પાંચ વાગ્યે ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં, 6 પ્રવાસીઓનાં મોત નીપજ્યાં હતાં. તે જ સમયે, 2 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. બસ ફ્લાયઓવર પર ઉભી હતી ત્યારે, પાછળથી હાઇ સ્પીડમાં આવી રહેલા ટ્રેઇલરે ટક્કર મારી હતી. રાજ્યના મુખ્યપ્રધાન યોગીએ અકસ્માત અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે, અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે, ઈજાગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડવામાં આવે. જણાવી દઈએ કે, યુપી રોડવેઝે આ અકસ્માતમાં મૃતકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
આ પણ વાંચો:મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં રોડ અકસ્માતમાં 13 લોકોનાં મોત
પહેલા આઇસરે અને પછી ટ્રેઇલરે મારી ટક્કર
આ ઘટના અંગે CO રૂદૌલી ધર્મેન્દ્ર યાદવે જણાવ્યું કે, પરિવહન વિભાગની 2 બસો કાનપુરથી એક સાથે ટાઉનશીપ માટે રવાના થઈ હતી. ત્યારે, રૂદૌલી વિસ્તારના રોજા ગામના ફ્લાયઓવર બ્રિજ પર આઇસરે બસને પાછળથી ટક્કર મારી હતી. જે બાદ બસ ચાલકે બસને કોઈ નુકસાન થયું છે કે કેમ તે જોવા બસ ઉભી રાખી હતી. તે દરમિયાન, એક પૂરપાટ ઝડપે આવતા ટ્રેઇલરે પાછળથી બસને ટક્કર મારતા 8 પ્રવાસીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જેમાંથી 6 લોકોનાં મોત નીપજ્યાં છે. માહિતી મળ્યા બાદ, પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને અન્ય 2 ઇજાગ્રસ્તોને ફૈઝાબાદ જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા હતા.
આ પણ વાંચો:કોડીનાર નજીક ટ્રક અને ST બસ વચ્ચે અકસ્માત સર્જાતા 10 પ્રવાસીઓ ઇજાગ્રસ્ત
યુપીના અયોધ્યામાં ફ્લાયઓવર પર ઉભેલી બસને પુર ઝડપે આવતા એક ટ્રેઇલરે ટક્કર મારી હતી. આ ઘટના મંગળવારે સવારે પાંચ વાગ્યે બની હતી. આ અકસ્માતમાં 6 લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે, 2 અન્ય ઈજાગ્રસ્ત થયા છે.