ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Lalu Admitted In  AIIMS : લાલુ પ્રસાદ યાદવની તબિયત બગડી, દિલ્હી AIIMSના ઈમરજન્સી વોર્ડમાં દાખલ - LALU YADAV ADMITTED IN DELHI AIIMS

લાલુ પ્રસાદ યાદવની તબિયત અચાનક બગડી (LALU YADAV HEALTH DETERIORATED) છે. તેમને શુક્રવારે દિલ્હી એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. તબીબોના જણાવ્યા અનુસાર, તેને તાવ સાથે ચક્કર આવી રહ્યા હતા.

લાલુ પ્રસાદ યાદવની તબિયત બગડી, દિલ્હી AIIMSના ઈમરજન્સી વોર્ડમાં દાખલ
લાલુ પ્રસાદ યાદવની તબિયત બગડી, દિલ્હી AIIMSના ઈમરજન્સી વોર્ડમાં દાખલ

By

Published : Nov 26, 2021, 8:55 PM IST

Updated : Nov 27, 2021, 8:54 AM IST

  • લાલુ પ્રસાદ યાદવની તબિયત અચાનક બગડી
  • બિહારની છેલ્લી મુલાકાત દરમિયાન લાલુની તબિયત બગડી
  • દિલ્હી AIIMSના ઈમરજન્સી વોર્ડમાં દાખલ

નવી દિલ્હીઃ RJDના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવની તબિયત અચાનક બગડી (LALU YADAV HEALTH DETERIORATED) ગઈ છે. તેમને શુક્રવારે દિલ્હી એમ્સમાં દાખલ (LALU YADAV ADMITTED IN DELHI AIIMS) કરવામાં આવ્યા છે. તબીબોના જણાવ્યા અનુસાર, તેને તાવ સાથે ચક્કર આવી રહ્યા હતા. તેના બ્લડ સેમ્પલ તપાસ માટે લેવામાં આવ્યા છે અને તેના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

બિહારની છેલ્લી મુલાકાત દરમિયાન લાલુની તબિયત બગડી

જો કે તેમની હાલત ગંભીર ન હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. લાલુ યાદવ છેલ્લા ત્રણ દિવસથી બિહારમાં હતા. ત્યાં તેઓ CBI કોર્ટમાં હાજર થયા અને સાથે જ RJDના કાર્યાલયમાં કાર્યક્રમોમાં પણ ભાગ લીધો. આ દરમિયાન લાલુનો જીપ ચલાવતો વીડિયો ઘણો વાયરલ થયો હતો. બિહારની છેલ્લી મુલાકાત દરમિયાન લાલુની તબિયત બગડી હતી. અચાનક બિહારનો પ્રવાસ કેન્સલ કરીને દિવાળી પહેલા દિલ્હી પરત આવવું પડ્યું હતું. તે દરમિયાન પણ લાલુએ 10 દિવસના રોકાણ દરમિયાન પેટાચૂંટણીમાં પ્રચાર કર્યો હતો.

આ પણ વાંચો:ઘાસચારા કૌભાંડ કેસ: લાલુ યાદવ સહિત 28 આરોપીઓ આજે સ્પેશિયલ કોર્ટમાં રહેશે હાજર

આ પણ વાંચો:EXPLAINER: તેજસ્વી Vs તેજસ્વી, સંઘર્ષ નથી નવો, વિરાસતની સંઘર્ષમાં આ ભાઇઓ આવ્યા છે સામે

Last Updated : Nov 27, 2021, 8:54 AM IST

ABOUT THE AUTHOR

...view details