પટણા: મોકામાના બાહુબલી મનાતા ધારાસભ્ય અનંત સિંહ (RJD MLA ANANT SINGH)ને કોર્ટે AK-47 કેસમાં 10 વર્ષની (Anant Singh sentenced to 10 years) સજા ફટકારી છે. તેમના વતન ગામ નાદવાન સ્થિત ઘરમાંથી એકે-47 અને ગ્રેનેડ (Weapon Case Filed in Bihar) મળી આવ્યા હતા. આ કેસમાં MP-MLAએ કોર્ટે મોકામાના બાહુબલી MLA અનંત સિંહ અને અન્ય એકને દોષિત ઠેરવ્યા હતા. આ કેસ બારહ પોલીસ સ્ટેશન કેસ નંબર 389/19નો છે. આ સાથે હવે RJDના ધારાસભ્યની વિધાનસભા પણ જવાની તૈયારી છે. ધારાસભ્યના વકીલ સુનીલ કુમારે મીડિયા કર્મચારીઓ સાથે વાત કરતા આ વાત જણાવી છે.
આ પણ વાંચો:મહારાષ્ટ્ર સરકારની ઉથલપાથલ અંગે શરદ પવારે આપ્યું નિવેદન
શું કહે છે વકીલ: અનંત સિંહના વકીલ સુનીલ કુમારે કહ્યું હતું કે, અનંત સિંહ અને તેમના નિવાસસ્થાનના કેરટેકર સુનિલ રામને 10-10 વર્ષની સજા ફટકારવામાં આવી છે. સિવિલ કોર્ટના નિર્ણય સામે તેઓ હાઈકોર્ટમાં સ્ટેન્ડ લેશે. જો હાઈકોર્ટ તેમની વિધાનસભા પર સ્ટે મૂકશે, તો તેઓ ધારાસભ્ય તરીકે ચાલુ રહેશે.