- પસારહમાં એક મોટી ઘટના સામે આવી
- પંચાયતની ચૂંટણીને લઈને ફાયરિંગની ઘટના બની
- ફાયરિંગની ઘટનામાં RJD નેતા સાકેતસિંહ ઉર્ફે ગુડ્ડુ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા
ખગડિયા: પસારહમાં એક મોટી ઘટના સામે આવી છે. ફરી એકવાર પંચાયતની ચૂંટણીને લઈને RJD ઉપર ફાયરિંગની ઘટના બની છે. આ ફાયરિંગની ઘટનામાં RJD નેતા સાકેતસિંહ ઉર્ફે ગુડ્ડુ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે બીજી વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે.
RJD નેતાનો આરોપ: ગુડ્ડુ સિંહ હિરોએ કર્યો હુમલો
પ્રાપ્ત માહિતી અનુસાર ખગડિયા જિલ્લાના પસારહ ગામે ફરી એકવાર કુખ્યાત ગુનેગાર ગુડ્ડુ સિંહ હિરો દ્વારા નેતા સાકેતકુમાર સિંહ ઉર્ફે ગુડ્ડુ સિંહ પર જાનલેવા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં સાકેત કુમાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. તેના એક સાથી નિપેન્દ્રસિંહનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ અંગે સાકેતસિંહ ગુડ્ડુએ જણાવ્યું હતું કે, કુખ્યાત ગુનાહિત ગુડ્ડુ સિંઘ ગેંગના કેટલાક લોકો દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:અમેરિકાના કોલોરાડોમાં ફાયરિંગ, પોલીસકર્મી સહિત 10 લોકોના મોત