લાલુ પ્રસાદ યાદવે નરેન્દ્ર મોદીને પડકારતા શું કહ્યું જુઓ... બિહાર :દિલ્હીમાં યોજાનારી INDIA ગઠબંધનની બેઠકમાં ભાગ લેવા RJD અધ્યક્ષ લાલુપ્રસાદ યાદવ અને બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી દિલ્હી જવા રવાના થઈ ગયા છે. ત્યારે પટના એરપોર્ટ પર પત્રકારો સાથે વાતચીત દરમિયાન લાલુપ્રસાદે દાવો કર્યો કે, તમામ વિપક્ષી પાર્ટીઓના નેતાઓ સાથે બેસીને એવી રણનીતિ બનાવશે કે જેથી 2024 ની લોકસભા ચૂંટણીમાં ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હરાવી શકાય.
પીએમ નરેન્દ્ર મોદી પર પ્રહાર :આ દરમિયાન પીએમ મોદી સાથે જોડાયેલા સવાલ પર તેઓ ગુસ્સે થતા લાલુપ્રસાદ યાદવે કહ્યું કે, તમે લોકો હંમેશા એક જ પ્રશ્ન પૂછો છો કે અમે નરેન્દ્ર મોદીને કેવી રીતે હરાવી શકીશુ ? નરેન્દ્ર મોદી શું છે ? અરે, અમે સાથે મળીને તેમને હરાવીશું. અમે ગઠબંધનની બેઠકમાં આ અંગે ચર્ચા કરીશું અને રણનીતિ બનાવીશું.
અમે દિલ્હી જઈ રહ્યા છીએ અને સાથે મળીને લડવાનું છે. શું તમે વારંવાર નરેન્દ્ર મોદી-નરેન્દ્ર કહેતા રહો છો ? નરેન્દ્ર મોદી શું છે ? બધા મળીને તેમને હરાવીશું. અમે INDIA ગઠબંધનની બેઠકમાં રણનીતિ બનાવીશું અને ભાજપને હરાવીશું. -- લાલુ પ્રસાદ યાદવ (રાષ્ટ્રીય અધ્યક્ષ, રાષ્ટ્રીય જનતા દળ)
લાલુપ્રસાદનો દાવો :આ દરમિયાન RJD અધ્યક્ષ લાલુપ્રસાદ યાદવે દાવો કર્યો કે, વિપક્ષી પાર્ટીઓનું ગઠબંધન એકજૂટ છે. તમામ નેતાઓ 19 ડિસેમ્બરના રોજ બેઠકમાં સામેલ થશે અને ભાજપ વિરુદ્ધ મજબૂત રણનીતિ અંગે વિચાર વિમર્શ કરશે. આ વખતે અમે નરેન્દ્ર મોદીને હરાવીને રહીશું અને આ રણનીતિ બનાવવા માટે અમે સતત બેઠકો કરી રહ્યા છીએ.
સીએમ નીતીશ કુમારની ઉપસ્થિતિ ? દિલ્હીમાં યોજાનારી INDIA ગઠબંધનની આ બેઠકમાં મુખ્યપ્રધાન નીતિશ કુમાર પણ ઉપસ્થિત રહેશે. તેઓ સાંજે 4 વાગ્યે દિલ્હી જવા રવાના થશે. તેમની સાથે જેડીયુ અધ્યક્ષ લલનસિંહ અને મંત્રી સંજય ઝા પણ દિલ્હી જશે. જોકે આ વખતે લાલુ-તેજસ્વી અને નીતીશકુમાર શા માટે અલગ-અલગ જઈ રહ્યા છે તે અંગે અનેક અટકળો ચાલી રહી છે.
- Parliament Winter Session 2023 : સંસદની સુરક્ષામાં ચૂકના મુદ્દે ગૃહમાં હોબાળો થવાની શક્યતા
- 21 ડિસેમ્બરે કોંગ્રેસની કાર્યકારિણીની બેઠક, 2024ની લોકસભા ચૂંટણીની રણનીતિ ઘડવા પર કરાશે વિચાર-વિમર્સ