મુંબઇ: ભારતીય વિકેટકીપર બેટસમેન ઋષભ પંતની (Indian wicketkeeper batsman Rishabh Pant) કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ અને મેડિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટમાં ઘૂંટણની સફળ સર્જરી કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું (Rishabh Pant knee surgery successful) હતું. સૂત્રોએ જણાવ્યું કે સર્જરી શુક્રવારે થઈ હતી અને ક્રિકેટર હવે મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે અને ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે. ઋષભ પંતને બુધવારે દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાંથી મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ અને મેડિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટમાં એર લિફ્ટ કરવામાં આવ્યા હતા. જ્યાં 30 ડિસેમ્બરે કાર અકસ્માત બાદ તેમને દાખલ કરવામાં આવ્યા હતા.
ઋષભ પંતની ઘૂંટણની સફળ સર્જરી: બુધવારે, બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI) એ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંત લિગામેન્ટ ટિયર્સ માટે સર્જરી અને ત્યારબાદની પ્રક્રિયાઓમાંથી પસાર થશે અને તેની રિકવરી અને રિહેબિલિટેશન દરમિયાન તેની મેડિકલ ટીમ દ્વારા દેખરેખ રાખવામાં આવશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઋષભ પંત હોસ્પિટલના સેન્ટર ફોર સ્પોર્ટ્સ મેડિસિન અને ડિરેક્ટર - આર્થ્રોસ્કોપી અને શોલ્ડર સર્વિસના વડા ડૉ. દિનશા પારડીવાલાની સીધી દેખરેખ હેઠળ રહેશે.
આ પણ વાંચો:...તો આ કારણે થયો ઋષભ પંતની કારનો અકસ્માત, મર્સિડીઝ સ્વાહા