ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Riot in Maharashtra: પોલીસ દ્વારા અત્યાર સુધીમાં કુલ 28 દંગાખોરોની કરાઈ ધરપકડ

મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં રામ નવમીના દિવસે થયેલા તોફાનો બાદ પોલીસ હવે કાર્યવાહી કરી રહી છે. પોલીસે અત્યાર સુધીમાં તોફાનોના આરોપમાં કુલ 28 દંગાખોરોની ધરપકડ કરી છે અને 50 અન્યની ઓળખ કરી છે.

Riot in Maharashtra: પોલીસ દ્વારા અત્યાર સુધીમાં કુલ 28 દંગાખોરોની કરાઈ ધરપકડ
Riot in Maharashtra: પોલીસ દ્વારા અત્યાર સુધીમાં કુલ 28 દંગાખોરોની કરાઈ ધરપકડ

By

Published : Apr 3, 2023, 8:16 AM IST

મહારાષ્ટ્રઃ મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર કિરાડપુરા રમખાણોના સંબંધમાં અત્યાર સુધીમાં 28 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમજ 50 થી વધુ લોકોની ઓળખ કરવામાં આવી છે. પોલીસ કમિશનર નિખિલ ગુપ્તાએ જણાવ્યું કે અન્ય આરોપીઓની શોધ ચાલુ છે. પોલીસ કમિશનરે ચેતવણી પણ આપી હતી કે પહેલા શહેરમાં શાંતિ સ્થાપવી જરૂરી હતી, હવે આરોપીઓ શોધી કાઢવામાં આવશે.

આ પણ વાંચોઃKuno National Park : પાર્ક માંથી ભાગી ગયેલ ચિતો પાછો ફર્યો, વન વિભાગે ભારે જહેમત બાદ કર્યું રેસ્ક્યુ

28 લોકોની કરાઈ ધરપકડઃછત્રપતિ સંભાજીનગરમાં રામ નવમીના દિવસે કિરાદપુરમાં હંગામો થયો હતો. પોલીસ કમિશનર નિખિલ ગુપ્તાએ રમખાણોની તપાસ માટે 12 સભ્યોની SITની રચના કરી છે. પોલીસે રમખાણોના સંબંધમાં અત્યાર સુધીમાં 28 લોકોની ધરપકડ કરી છે અને તેમને 3 એપ્રિલ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે. આ સાથે પોલીસે 50થી વધુ આરોપીઓની ઓળખ કરી લીધી છે. પોલીસ કમિશનરે કહ્યું છે કે તેમની શોધ ચાલુ છે.

સ્ક્રીનશોટ લઈને આરોપીઓની ઓળખઃ મારામારી દરમિયાન આરોપીઓએ વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરા તોડી નાખ્યા હતા. જો કે આ વિસ્તારમાં લાગેલા અન્ય સીસીટીવી કેમેરાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસ કમિશનર નિખિલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, ઘણા સીસીટીવીની તપાસ કરીને અને તેના સ્ક્રીનશોટ લઈને આરોપીઓની ઓળખ કરવામાં આવશે, જ્યારે પકડાયેલા આરોપીઓની મોબાઈલ ચેટની તપાસ કરવામાં આવી રહી છે અને અન્ય આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.

આ પણ વાંચોઃRAHUL GANDHI : કોંગ્રેસ મહિલા કાર્યકર્તાએ પોતાના ઘરનું નામ રાહુલ ગાંધીના નામ પર રાખ્યું, કહ્યું બહેન તરીકેની ફરજ નિભાવી

આરોપીઓએ જોરદાર પથ્થરમારો કર્યોઃ પોલીસ કમિશનરે જણાવ્યું કે, હંગામા દરમિયાન આરોપીઓએ જોરદાર પથ્થરમારો કર્યો હતો. પોલીસના વાહનો સહિત અન્ય 14 વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. આ ઘટનામાં પોલીસ કર્મચારીઓને ઈજા થઈ હતી. ઘટનાના એક દિવસ બાદ પોલીસે 400 થી 500 લોકો સામે ગુનો નોંધ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details