ગુજરાત

gujarat

By

Published : Feb 14, 2021, 10:15 AM IST

ETV Bharat / bharat

કાસગંજ હત્યાકાંડ : મુખ્ય આરોપી મોતી લાલ પર રૂપિયા 1 લાખનો ઇનામ જાહેર

ઉત્તરપ્રદેશના કાસગંજમાં કોન્સ્ટેબલ અને પોલીસ અદિકારી પર હુમલો કરવામાં આવ્યો હતો.જો મુખ્ય આરોપી મોતી લાલ હાલ ફરાર છે જેના પર પોલીસ દ્વારા 1 લાખ રૂપિયોનો ઇનામ જાહેર કરવામાં આવ્યો છે.

કાસગંજ હત્યાકાંડ
કાસગંજ હત્યાકાંડ

  • કાસગંજમાં કોન્સ્ટેબલ અને પોલીસ અદિકારી પર બુટલેગરનો હુમલો
  • કોન્સ્ટેબલ દેવેન્દ્ર સિંહની હત્યા
  • મુખ્ય આરોપી મોતી લાલ હાલ ફરાર
  • મુખ્ય આરોપી મોતી લાલ પર રૂપિયા 1 લાખનો ઇનામ

કાસગંજ : ઉત્તરપ્રદેશમાં કાસગંજ જિલ્લાના સિઢપુરા પોલીસ વિસ્તારમાં પોલીસ અધિકારી અને એક કોન્સ્ટેબલને માર માર્વામાં આવ્યો હતો. જેમાં પોલીસ કોન્સ્ટેબલનું મોત થયું હતું.જે બાદ આ ઘટનાનો મુખ્ય આરોપી મોતી લાલ ફરાર છે, જેના પર પોલીસે 1 લાખનો ઇનામ જાહેર કર્યો છે.તો આ સાથે તેના સાથીયો પર 25-25 હજારનો ઇનામ જાહેર કરવામાં આવ્યો છે.

આરોપીની માતાની કરાઇ ધરપકડ

કાસગંજના પોલીસ વિસ્તાર સિઢપુરામાં ગેરકાયદેસર દારૂના જથ્થાની સૂચના પોલીસને મળી હતી.જે બાદ પોલીસે સ્થળ પર જઇ દરોડા પાડ્યા હતા. જેમાં આરોપીઓએ કોન્સ્ટેબલ દેવેન્દ્ર સિંહની હત્યા કરી દીધી છે.આ મામલે પોલીસે મુખ્ય આરોપી મોતી લાલની માતાની ધરપકડ કરી છે.

ઘાયલ પોલીસ અધિકારીની સારવાર ચાલી રહી છે

ઉત્તરપ્રદેશના કાસગંજ જિલ્લાના પોલીસ મથક સિઢપુરા વિસ્તારની આ ઘટના છે.મંગળવારે સાંજે પોલીસ અધિકારી અશોક કુમાર સિંહ અને કોન્સટેબલ દેવેન્દ્ર સિંહ ગામ નગલા ધીમર અને નગલા ભિકારીમાં ગેરકાયદેસર દારૂની તપાસ કરવા માટે ગયા હતા.જ્યા બુટલેગરએ તેમના પર હુમલો કર્યો હતો જેમાં કોન્સ્ટેબલ દેવેંદ્ર સિંહની હત્યા કરવામાં આવી હતી અને પોલીસ અદિકારી ગંભીરરીતે ઘાયલ થયા હતા.

ABOUT THE AUTHOR

...view details