રીવા: રીવાશહેરના ચોરહાટા હવાઈપટ્ટી પર સવારે લગભગ 1 વાગ્યે એક મોટો અકસ્માત સર્જાયો હતો. અહીં એક ટ્રેનિંગ પ્લેન ક્રેશ થયું (Trainee plane crashed in Rewa) હતું. આ અકસ્માતમાં પાયલટ અને તાલીમાર્થી બંને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. દુર્ઘટના બાદ તરત જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી, ત્યારબાદ બંને ઈજાગ્રસ્તને સંજય ગાંધી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન પાયલટનું મોત થયું હતું.
આ પણ વાંચો:પશ્ચિમ બંગાળ રેલ્વે એક્શન મોડ પર વંદે ભારત એક્સપ્રેસના પથ્થરબાજોની ઓળખ કરી
પલટન ટ્રેનિંગ કંપનીનું પ્લેન: બંને ઈજાગ્રસ્તોને સ્થાનિક લોકોની મદદથી સારવાર માટે રીવાની સંજય ગાંધી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન વરિષ્ઠ પાઈલટનું મૃત્યુ (Rewa trainee pilot died) થયું હતું, જ્યારે તાલીમાર્થી પાઈલટની હાલત નાજુક છે. હાલ તો પોલીસ આ મામલે તપાસમાં લાગેલી છે. મૃતક પાયલોટ અને ઈજાગ્રસ્ત તાલીમાર્થીની ઓળખ સાથે, પોલીસે જાણવાનો પ્રયાસ કરી રહી છે કે, આ ઘટના પાછળનું કારણ ગાઢ ધુમ્મસ હતું કે પછી કોઈ અન્ય કારણોસર આ ઘટના બની હતી. વહીવટી સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો છે, જ્યારે ઘટનાની તપાસ પણ કરવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, પ્લેન પાલ્ટન ટ્રેનિંગ કંપનીનું હતું.