આંધ્રપ્રદેશ: ગુંટુર જિલ્લાના ભરતપેટના વતની રથૈયા આસામ કૃષિ યુનિવર્સિટીમાં પ્લાન્ટ પેથોલોજી વિભાગમાં પ્રોફેસર છે. તેમણે ઉનાળા દરમિયાન ગુંટુર જિલ્લામાં પાણીનું સ્તર જોયું અને કોઈપણ રીતે તે સમસ્યાનો અંત લાવવા માંગતા હતા, તેઓ 15 વર્ષ પહેલા નિવૃત્ત થયા (Retired Professor New Idea ) હતા અને ત્યારથી જ તેઓ તેના પર કામ કરી રહ્યા છે. આ માટે તેમણે પોતાના ઘરને વોટર કન્ઝર્વેશન સેન્ટરમાં ફેરવી દીધું છે. જેથી ઘરની છત પર પડતુ વરસાદનું પાણી એકઠું થવા લાગ્યું અને ઉપર ( Change Rain Water Into Drinking Water) પડતા પાણીનો સંગ્રહ કરવા તેમને તળિયે ટાંકી બનાવવામાં આવી હતી અને પીવીસી પાઈપો લગાવવામાં આવી હતી. આ ઉપરાંત વરસાદના પાણીને સુદ્ધ કરવા માટે ફિલ્ટરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો:માદા રીંછની પીઠ પર બચ્ચાનો અદભૂત વીડિયો સામે આવ્યો
પાણીના ઉપયોગથી કોઈ રોગ થતો નથી:વરસાદના પાણીનો બગાડ ન થાય તે રીતે ટાંકી ભરાઈ જાય છે અને તળિયે મેનહોલમાં તે ટાંકીને જોડવામાં આવે છે. પાણીના દરેક ટીપાને ફિલ્ટર કરવામાં આવે છે અને ફિલ્ટર દ્વારા ટાંકીમાં મોકલવામાં આવે છે. એકવાર પાણી ટાંકીમાં પ્રવેશ્યા પછી, તે બેક્ટેરિયા અને અન્ય હાનિકારક જંતુઓથી મુક્ત થઈ જાય છે. આ પાણી પીવા માટે ખૂબ જ સ્વચ્છ કહેવાય છે. આખા વર્ષ દરમિયાન આ પાણીના ઉપયોગથી કોઈ રોગ થતો નથી.