- મમતા બેનર્જીએ મુખ્યપ્રધાનનું પદ જાળવી રાખવા માટે ભવાનીપુર મતક્ષેત્રમાંથી ચૂંટણી જીતવી જરૂરી છે
- પશ્ચિમ બંગાળની 3 વિધાનસભા બેઠકોની ચૂંટણીમાં આજે રવિવારે મત ગણતરી
- ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રવિવારે સવારથી મતગણતરી શરૂ કરવામાં આવી છે
કોલકાતા: ભવાનીપુર સહિત મુર્શીદાબાદના શમશેરગંજ તેમજ જંગીપુર વિધાનસભા બેઠકો પર થયેલા મતદાનનું પરિણામ આજે રવિવારે જાહેર કરવામાં આવશે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રવિવારે સવારથી મતગણતરી શરૂ કરવામાં આવી છે.ભવાનીપુર બેઠક પરથી મુખ્યપ્રધાન તેમજ તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જી ઉમેદવાર છે. જેમની સામે ભાજપે પ્રિયંકા ટિબડેવાલ અને મા.ક.પા.એ શ્રીજીબ બિશ્વાસને મેદાને ઉતાર્યા છે.
મત ગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ થશે
મુખ્યપ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જી ભવાનીપુર બેઠક પરથી ઉમેદવાર છે. જ્યારે ભાજપ તરફથી પ્રિયંકા ટિબડેવાલ અને મા.ક.પા તરફથી શ્રીજીબ બિસ્વાસ તેમની વિરુદ્ધ છે. આ ત્રણ વિધાનસભા બેઠકો પર 30 સપ્ટેમ્બરે મતદાન થયું હતું. ચૂંટણી પંચ તરફથી મળેલી માહિતી મુજબ, મત ગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ થશે. અને એક કલાક પછી વલણો આવવા લાગશે. મહત્વનું છે કે, મુખ્યપ્રધાન પદ પર રહેવા માટે મમતા બેનર્જી માટે આ ચૂંટણી જીતવી જરૂરી છે. ભવાનીપુરમાં મતદાનની ગતિ અન્ય બે બેઠકો કરતા ઘણી ધીમી હતી.