- ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર એક એસયૂવી કાર મળી આવી
- કારના માલિક અને ઉદ્યોગપતિ મનસુખ હિરેનની હત્યા કરવામાં આવી
- બે ડિજિટલ વીડિયો રેકોર્ડર, બે સીપીયુ, એક લેપટોપ, બે હાર્ડ ડિસ્ક, બે નંબર પ્લેટો અને એક પ્રિંટર મળી આવ્યા
મુંબઇઃ મહારાષ્ટ્રમા ઔરંગાબાદના એક રહેવાસીએ દાવો કર્યો હતો કે, મુંબઇની મીઠી નદીથી NIA (નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી) દ્વારા આપવામા આવેલી નંબર પ્લેટોમાંથી એક તેમની વાનની છે જે ગયા વર્ષે ચોરી થઇ ગઇ હતી. પોલીસે એક અધિકારીને મંગળવારે આ જાણકારી આપી હતી. ગયા મહિને ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર એક એસયૂવી કાર મળી આવી હતી, જેમાં વિસ્ફોટક સામગ્રી મૂકવામાં આવી હતી. આ પછી, ઉપરોક્ત કારના માલિક અને ઉદ્યોગપતિ મનસુખ હિરેનની હત્યા કરવામાં આવી હતી. NIA (નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી) આ બન્ને કેસની તપાસ કરી રહી છે.
આ પણ વાંચોઃએન્ટિલિયા કેસ મામલે NIA દ્વારા વાજેની ધરપકડ બાદ કોર્ટમાં હાજર કરવાની તૈયારી
નદીમા ફેંકવામા આવેલી નંબર પ્લેટ નાડેના વાહનની હતી.
એજન્સીના અધિકારી સસ્પેન્ડ પોલીસ અધિકારી સચિન વાજેને રવિવારે મીઠી નદી પર લઈ ગયા હતા અને ડ્રાઇવર્સની મદદથી બે ડિજિટલ વીડિયો રેકોર્ડર, બે સીપીયુ, એક લેપટોપ, બે હાર્ડ ડિસ્ક, બે નંબર પ્લેટો અને એક પ્રિંટર મળી આવ્યા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, જાલાનાના સામાજિક ન્યાય વિભાગમા ક્લાર્ક તરીકે કામ કરનાર ઔરંગાબાદ રહેવાસી વિજય નાડેને વાહનની નંબર પ્લેટના સંબંધે પત્રકારોના ફોન આવવાના શરૂ થઇ ગયા હતા. ત્યારબાદ સોમવારે તેઓ સિટી ચોક પોલીસ થાને ગયા હતા. તેમણે કહ્યું કે, નદીમાં ફેંકવામા આવેલી એક નંબર પ્લેટ નાડેના વાહનની હતી.
આ પણ વાંચોઃમેં ચેતવણી આપી હતી કે સચિન વાજે મહારાષ્ટ્ર સરકાર માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે છેઃ રાઉત
ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ છે
અધિકારીએ જણાવ્યું કે, નાડેનું વાહન ગયા વર્ષે નવેમ્બરમાં ચોરી થઇ ગયુ હતું અને તેણે સિટી ચોક પોલીસ થાણેમાં આ બાબતે ફરિયાદ નોંધાવી હતી. ઔરંગાબાદ સિટી ચોક પોલિસ થાણેના વરિષ્ઠ નિરીક્ષક સંભાજી પાવરે કહ્યું કે,'ગયા વર્ષે 17 નવેમ્બરે વાહન ચોરીની એક પ્રાથમિક ફરિયાદ છે. અત્યારસુધી NIA (નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી) સાથે કોઇ વાતચીત થઇ નથી પરંતું અમે તેમને આ મુદ્દે મદદ કરીશું.' નાડેએ મંગળવારે કહ્યું કે, તેમણે વાહન ચોરી થવાની ફરિયાદ નોંધાવી હતી અને તેમની પાસે ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ છે.