ન્યૂઝ ડેસ્ક: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા લોકોની સુવિધા માટે દર મહિને બેંક હોલી-ડેની (Bank holidays in November 2022) યાદી બહાર પાડે છે. કેન્દ્રીય બેંક RBIની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને આ લીસ્ટ (List of Bank Holidays) જોઈ શકો છો. જો બેંકમાં મહત્વપૂર્ણ કામ કરવાનું હોય તો તમારે 1 દિવસ પહેલા જ કરી લેવું જોઈએ. આ સાથે નેટ બેંકિંગ, ATM, ડિજિટલ પેમેન્ટ દ્વારા પણ કામ કરી શકો છો.
10 દિવસ બેંક બંધ:વર્ષનો મહિનો ઓક્ટોબર સમાપ્ત થવાનો છે. નવેમ્બરમહિનો શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. જો નવેમ્બર મહિનામાં બેંક સંબંધિત કોઈ કામ કરવાનું વિચારી રહ્યા છો, તો નવેમ્બરમાં બેંકની રજા વિશે ચોક્કસપણે જાણવું જોઈએ. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ નવેમ્બર 2022 માટે રજાઓની યાદી જાહેર કરી છે. આ યાદી અનુસાર નવેમ્બરમાં કુલ 10 દિવસ બેંકો બંધ રહેવાની છે.