ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સરકારી નોકરીઓમાં SC અને ST માટે પ્રમોશનમાં અનામત પર આજે 'સુપ્રીમ' માં નિર્ણય - SC ST માટે પ્રમોશનમાં અનામત મુદ્દે સુનાવણી

દેશની સર્વોચ્ચ કોર્ટ આજે સરકારી નોકરીઓમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે પ્રમોશનમાં અનામતના મુદ્દે (Hearing on Reservation issue in promotion for SC ST) પોતાનો ચૂકાદો (Reservation in Promotion Supreme Court to Pronounce Judgement) સંભળાવશે.

સરકારી નોકરીઓમાં SC અને ST માટે પ્રમોશનમાં અનામત પર આજે 'સુપ્રીમ' નિર્ણય
સરકારી નોકરીઓમાં SC અને ST માટે પ્રમોશનમાં અનામત પર આજે 'સુપ્રીમ' નિર્ણય

By

Published : Jan 28, 2022, 11:30 AM IST

નવી દિલ્હીઃ દેશની સર્વોચ્ચ કોર્ટ આજે સરકારી નોકરીઓમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે પ્રમોશનમાં (Hearing on Reservation issue in promotion for SC ST ) અનામતના મુદ્દે પોતાનો ચૂકાદો (Reservation in Promotion Supreme Court to Pronounce Judgement) સંભળાવશે. આપને જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટે 26 ઓક્ટોબર 2021ના રોજ આ મામલામાં નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારના વકીલે દલીલ કરતા કહ્યું હતું કે, આઝાદીના 75 વર્ષ પછી પણ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોને આગળની જાતિઓની સમકક્ષ લાયકાતના સ્તર પર (Hearing on Reservation issue in promotion for SC ST) લાવવામાં આવ્યા નથી.

આ પણ વાંચો-SC On Corona Gujarat : કોરોનાથી મૃત્યુ પામતા લોકોના પરિવારોને વળતર અંગે સુપ્રીમે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી

SC અને ST સમુદાય માટે ગ્રુપ Aની નોકરીઓમાં ઉચ્ચ પદ મેળવવું વધુ મુશ્કેલ છે

કેન્દ્રના વકીલે દલીલ કરી હતી કે, SC અને ST સમુદાયમાંથી આવતા લોકો માટે ગ્રુપ A શ્રેણીની નોકરીઓમાં (Hearing on Reservation issue in promotion for SC ST) ઉચ્ચ પદ મેળવવું વધુ મુશ્કેલ છે. આથી હવે સમય આવી ગયો છે. જ્યારે સુપ્રીમ કોર્ટ ખાલી જગ્યાઓ ભરવા માટે પગલાં લેશે અને અન્ય પછાત વર્ગમાંથી આવતા લોકોને થોડો નક્કર આધાર આપો.

આ પણ વાંચો-UP Assembly Election 2022: સુપ્રીમ કોર્ટ સમાજવાદી પક્ષના ઉમેદવારની નોંધણી રદ કરવાની અરજી પર સુનાવણી માટે સંમત

2006ના સંવિધાન પીઠે નિર્ણય પર શું પગલા ઉઠાવ્યા

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું હતું કે, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના કર્મચારીઓ માટે પ્રમોશનમાં અનામત આપવા માટે વર્ષ 2006માં આવેલી સંવિધાન પીઠના નિર્ણય પછી (Hearing on Reservation issue in promotion for SC ST) સરકાર પ્રતિનિધિત્વની પર્યાપ્તતા જાણવા માટે કયા પગલા ઉઠાવ્યા છે. નિર્ણય સુરક્ષિત રાખતા કોર્ટે કહ્યું હતું કે, કોર્ટ ફક્ત આ મુદ્દા પર નિર્ણય કરશે કે, અનામત ગુણોત્તર પર્યાપ્ત પ્રતિનિધિત્વ પર આધારિત હોવું જોઈએ કે નહીં.

2017 થી પેન્ડિંગ કેસો પર નિમણૂકો અટકી પડી છે

સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોએ પ્રમોશનમાં અનામત સંબંધિત મામલાઓની (Hearing on Reservation issue in promotion for SC ST) તાકીદે સુનાવણીની માગ કરતી અરજી દાખલ કરી હતી. અરજદારોએ દલીલ કરી હતી કે, સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ કેસને કારણે દેશભરમાં લાખો પોસ્ટ પર નિમણૂકો અટકી પડી છે. આ સુનાવણી દરમિયાન રાજ્યો વતી કહેવામાં આવ્યું હતું કે, કેન્દ્ર સરકારના સ્તરે નિયમિત પદો માટે પ્રમોશન હતું, પરંતુ દેશભરમાં આરક્ષિત પદો પર પ્રમોશન 2017થી અટકી ગયું છે.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details