દેહરાદૂન (ઉત્તરાખંડ): ઉત્તરકાશી ટનલમાંથી બચાવાયેલા 41 શ્રમિકોને ઋષિકેશ એઈમ્સમાંથી રજા આપવામાં આવી છે. AIIMS ઋષિકેશમાંથી રજા અપાયા બાદ શ્રમિકો તેમના ઘરે જવા રવાના થઈ ગયા. તમામ શ્રમિકોને રાજ્યોના નોડલ અધિકારીઓ સાથે રવાના કરવામાં આવ્યા હતા. યુપી સરકારે તેના શ્રમિકોને લાવવા માટે વોલ્વો બસની વ્યવસ્થા કરી હતી. તેવી જ રીતે અન્ય શ્રમિકોને પણ જરૂરી વ્યવસ્થાઓ સાથે તેમના ઘરે મોકલવામાં આવ્યા હતા.
રાજ્યપાલે શ્રમિકો સાથે કરી મુલાકાત:શ્રમિકો ઘરે પરત ફરે તે પહેલા રાજ્યપાલ લેફ્ટનન્ટ ગુરમીત સિંહ પણ ઋષિકેશ એઈમ્સ પહોંચ્યા હતા. જ્યાં તેમણે તમામ શ્રમિકોની ખબર પૂછપરછ કરી હતી. ઋષિકેશ એઈમ્સના ડાયરેક્ટર પ્રોફેસર મીનુ સિંહે તમામ કામદારોનો રાજ્યપાલ સાથે પરિચય કરાવ્યો. રાજ્યપાલે એક પછી એક શ્રમિકો સાથે વાત કરી. આ દરમિયાન રાજ્યપાલે ડોક્ટર સાથે વાત કરી અને તેમના સ્વાસ્થ્ય વિશે ચર્ચા કરી હતી.
તમામ શ્રમિકો સંપૂર્ણ સ્વસ્થ: ઉલ્લેખનીય છે કે ઉત્તરકાશી સિલ્ક્યારા ટનલમાંથી બચાવાયેલા શ્રમિકોને પહેલા ચિન્યાલીસૌર સામુદાયિક આરોગ્ય કેન્દ્ર લઈ જવામાં આવ્યા હતા. અહીં તેની પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી. આ પછી બીજા દિવસે એટલે કે 29 નવેમ્બરે તમામ શ્રમિકોને એરલિફ્ટ કરીને ઋષિકેશ એઈમ્સમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમની તપાસ કરી. આ પછી તેને ડોક્ટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા. જે બાદ આજે શ્રમિકોનું મેડિકલ બુલેટિન જારી કરવામાં આવ્યું છે. જેમાં તમામ શ્રમિકો સંપૂર્ણ સ્વસ્થ હોવાનું કહેવાય છે.
ઉત્તરાખંડ સીએમ ધામીએ તમામ કામદારોને એક એક લાખ રૂપિયાના ચેક, અને રેટ માઇનર્સ રેસ્ક્યૂર્સને પણ 50,000 રૂપિયાની રકમ આપવાની જાહેરાત કરી છે.
- કોણ છે મુન્ના કુરેશી ? જેણે ઉત્તરાખંડ સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા શ્રમિકોને સુરક્ષિત બહાર કાઢવામાં મહત્વની ભૂમિકા ભજવી
- 17 દિવસ પછી વિશાલ સુરંગમાંથી બહાર આવતાં પરિવારે મનાવી દિવાળી, સુરંગમાં પાછા મોકલવાની ના પાડી