ઉત્તરાખંડ : ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સિલ્ક્યારાની નિર્માણાધીન સુરંગમાં ફસાયેલા 41 મજૂરો ટૂંક સમયમાં બહાર આવવાની આશા છે. કામદારોને બહાર કાઢવાના તમામ શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ વચ્ચેના અવરોધોને કારણે સફળતા મળી રહી નથી. સુરંગમાં ફસાયેલા મજૂરો સુધી પહોંચવા માટે રેસ્ક્યુ ટીમ સતત રાહત કાર્યમાં લાગેલી છે.
17 દિવસથી બચાવ કાર્ય ચાલું : નોંધનીય છે કે સાત રાજ્યોના કામદારો ઉત્તરાખંડના ઉત્તરકાશી સિલ્ક્યારા ટનલમાં 17 દિવસથી ફસાયેલા છે. સુરંગમાંથી કામદારોને બહાર કાઢવા માટે બચાવ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે અને રાજ્ય તેમજ કેન્દ્રની તમામ એજન્સીઓ બચાવ કામગીરીમાં લાગેલી છે. ટનલમાં વર્ટિકલ તેમજ હોરીઝોન્ટલ ડ્રિલિંગ કરવામાં આવી રહ્યું છે. બચાવ કાર્યમાં ભારતીય સેના પણ મદદ કરી રહી છે. સુરંગમાં ફસાયેલા કામદારો માટે ઓક્સિજન, ખોરાક અને મનોરંજનની ખાસ કાળજી રાખવામાં આવી રહી છે. ડૉક્ટરોની ટીમ કામદારોનું કાઉન્સેલિંગ કરી રહી છે અને તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે.
46 મીટરનું કામ બાકિ : ઉત્તરકાશી સિલ્ક્યારા ટનલમાં ગઈકાલે 40 મીટરનું વર્ટિકલ ડ્રિલિંગ કરવામાં આવ્યું હતું, 46 મીટર વધુ ડ્રિલિંગ કરવાનું બાકી છે. ટનલમાં કુલ 88 મીટરનું વર્ટિકલ ડ્રિલિંગ કરવાનું છે. વર્ટિકલ ડ્રિલિંગની સાથે, ટનલની ઉપર એક અલગ 8 ઇંચનું ડ્રિલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. આ ટ્રાયલ તરીકે કરવામાં આવી રહ્યું છે, જેમાં 75 મીટર સુધી ડ્રિલિંગ કરવામાં આવ્યું છે. ગઈકાલે વડાપ્રધાનના મુખ્ય સચિવ પ્રમોદ કુમાર મિશ્રા, કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લા અને ઉત્તરાખંડના મુખ્ય સચિવ એસ.એસ. સંધુ પહોંચ્યા હતા. આ દરમિયાન ટીમે એક બેઠક યોજી અને બચાવ કાર્ય સાથે જોડાયેલા અધિકારીઓ સાથે ચર્ચા કરી.
આધુનિક મશિનો કામે લગાડ્યા : સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા કામદારોને બચાવવા માટે આધુનિક મશીનો કામે લગાવ્યા છે. પરંતુ મશીનોમાં ટેકનિકલ ખામી સર્જાયા બાદ તાત્કાલિક ઉકેલ લાવવામાં આવી રહ્યો છે. ગઈકાલે અમેરિકન ઓગર મશીને ટનલની અંદર પડેલા કાટમાળ સામે લડત આપી હતી. જે બાદ ઓગર મશીનનો તૂટેલા ભાગને બહાર કાઢવામાં આવ્યો હતો અને મેન્યુઅલી કામ ચાલી રહ્યું છે. મજૂરોને બહાર કાઢવા માટે ઉંદર ખનન ટેકનિકનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
- ઉત્તરાખંડ ટનલ રેસ્ક્યુ ઓપરેશન માટે વર્ટિકલ ડ્રિલિંગ મશીન પહોંચ્યું, વડાપ્રધાનની પરિસ્થિની પર નજર
- ઉત્તરકાશી ટનલ અકસ્માત : 16માં દિવસે પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ, કામદારોને બહાર કાઢવા માટે દરેક વિકલ્પ પર કામ ચાલી રહ્યું છે