ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Kinnaur Landslide: દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 13 લોકોના મોત, 40થી વધુ લોકો ગુમ

હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લાના નિગુલસારીમાં ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં 13 લોકોએ જીવ ગુમાવ્યા છે, બીજા દિવસે બચાવ કામગીરી દરમિયાન વધુ 3 મૃતદેહો મળી આવ્યા છે, જ્યારે આ અકસ્માતમાં 13 લોકો ઘાયલ થયા છે. જેને લઇને હિમાચલ CM જયરામ ઠાકુરે (CM Jairam Thakur) આજે સ્થળનું નિરીક્ષણ કરશે.

Kinnaur Landslide: દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 13 લોકોના મોત,  CM જયરામ ઠાકુર કરશે નિરીક્ષણ
Kinnaur Landslide: દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 13 લોકોના મોત, CM જયરામ ઠાકુર કરશે નિરીક્ષણKinnaur Landslide: દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 13 લોકોના મોત, CM જયરામ ઠાકુર કરશે નિરીક્ષણ

By

Published : Aug 12, 2021, 9:37 AM IST

Updated : Aug 12, 2021, 9:59 AM IST

  • કિન્નૌરના નિગુલસારીમાં ભૂસ્ખલનના કારણે 13 લોકોના મોત
  • કુલ 13 લોકોના મોત થયા છે, જેમાંથી 2 ની હાલત નાજુક
  • 40થી વધુ લોકો ગુમ થયા
    Kinnaur Landslide: દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 13 લોકોના મોત, CM જયરામ ઠાકુર કરશે નિરીક્ષણ

હિમાચલ પ્રદેશ (કિન્નૌર): હિમાચલ પ્રદેશના કિન્નૌરના નિગુલસારીમાં ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયા છે. બીજા દિવસે બચાવ કામગીરી દરમિયાન વધુ 3 મૃતદેહો મળી આવ્યા હતા. તે પહેલા બુધવારે 10 મૃતદેહો મળી આવ્યા હતા. આમ કુલ 13 લોકોના મોત થયા છે, જેમાંથી 2 ની હાલત નાજુક હોવાનું કહેવાય છે. હજુ પણ ઘણા લોકો ગુમ છે. આજે મુખ્યપ્રધાન જયરામ ઠાકુર (Chief Minister Jairam Thakur)ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવશે. તે પીડિતોના પરિવારોને પણ મળશે.

આ પણ વાંચો:હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લામાં ભૂસ્ખલન, વાહનો સાથે 40 લોકો દબાયા

હિમાચલ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસ હજુ ગુમ

હિમાચલ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસ (Himachal Road Transport Corporation Bus) હજુ ગુમ છે, ડીસી કિન્નૌર આબિદ હુસેને કહ્યું કે, રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. હોમગાર્ડ, આઈટીબીપીના જવાનો બચાવ કામગીરીમાં રોકાયેલા છે. આર્મી અને એનડીઆરએફની ટીમો સ્થળ પર હાજર છે, અત્યાર સુધી હિમાચલ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસનો કોઇ પત્તો મળ્યો નથી.

આ પણ વાંચો:હિમાચલમાં ભૂસ્ખલન : 9 પર્યટકોના મોત, રાષ્ટ્રપતિ-વડાપ્રધાને વ્યક્ત કર્યું દુ:ખ

અન્ય નેતાઓ ઘટના સ્થળ પર ઉપસ્થિત રહ્યા

રાજ્યના મુખ્યપ્રધાન જયરામ ઠાકુર સાથે ધારાસભ્ય કિન્નૌર જગતસિંહ નેગી (MLA Kinnaur Jagat Singh Negi) અને પૂર્વ ધારાસભ્ય કિન્નૌર તેજવંત સિંહ નેગી પણ ઉપસ્થિત રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નિગુલસરી લેન્ડસ્લાઇડ (Nigulsari Landslide)માં હિમાચલ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસ કાટમાળ નીચે દટાયેલી નથી, પરંતુ બસનો અમુક ભાગ સતલજ નદીમાંથી મળી આવ્યો છે અને બચાવ કામગીરી કરવામાં આવી રહી છે.

Last Updated : Aug 12, 2021, 9:59 AM IST

ABOUT THE AUTHOR

...view details